હિન્દ ન્યૂઝ, જામ ખંભાળીયા
ગત રોજ વૉર્ડ 5 અને 7 ના ભાજપના ઉમેદવાર ના મુખ્ય કાર્યલય નું ઉદ્ઘાટન કરતા ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી ઝવેરભાઈ ઠકરાર, જિલ્લા ભાજપના પ્રભારી અને ચૂંટણી ઇન્ચાર્જ પ્રદીપભાઈ ખીમાાણી ના હસ્તે કરવામાં આવ્યા. જેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા ભાજપના પ્રમુખ ખીમભાઈ જોગલ, પૂર્વ ધારાસભ્ય પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઇ ચાવડા, અતિથી વિશેષ તરીકે જિલ્લા ભાજપ મહામંત્રી મયુરભાઈ ગઢવી, શલેષભાઈ કણજારીયા, શહેર પ્રમુખ અનિલભાઈ તન્ના, શહેર મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, પીયૂષભાઈ કણજારીયા, વૉર્ડ 5 ના ઇન્ચાર્જ નિકુંજભાઈ વ્યાસ, વૉર્ડ 7 ના ઇન્ચાર્જ મનુભાઈ મોટાણી, સંગઠન મોરચા સેલ ના સર્વે હોદેદારો અને મહિલા આગેવાનો હોદેદારો, મોટી સંખ્યામાં વેપારીઓ, શુભેચ્છકો મતદારો સાથે બ્રહ્મદેવ ના વૈદિક મંત્રોચાર સાથે અને ઢોલ નગારા સાથે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ સંપન્ન થયો.
રિપોર્ટર : આશિષ નકુમ, જામ ખંભાળીયા