હિન્દ ન્યૂઝ, ઉત્તરસંડા
ગઈ કાલ તારીખ ૨૦/૨/૨૧ ના રોજ રાત્રિના અગિયારેક વાગ્યાના સુમારે મનોજભાઈ પ્રભાતભાઈ પરમાર રહે. પુનમપુરા તાબે ઉતરસંડા તાલુકો. નડિયાદ જિલ્લો.ખેડા રાત્રિના અગિયારેક વાગ્યાના સુમારે તેમનું બાઈક નંબર GJ-07-CR-8557 નુ HF ડીલક્ષ બાઈક લઈને તેમના મિત્ર જગદીશભાઈ ઈશ્વરભાઈ પરમાર રહે પુનમપુરા નાવ ના ઘરે તેને લેવા માટે ગયેલા અને તેને લઈને બંને જણા જાદવપુરા ભજન માં જવા માટે નીકળેલા અને જાદવપુરા જતાં પહેલાં બંને જણા ઉત્તરસંડા પાછલી ભાગોળ સમળા ના ઝાડ નજીક ગલ્લા એ મસાલો તથા પાન બીડી લેવા માટે ઉભા રહેલા અને જગદીશભાઈ મસાલો લેવા માટે ગયેલ અને મનોજ ભાઈ પોતે બાઈક રોડની એકદમ સાઇડે ઉભી રાખી સ્ટેન્ડ કરીને મોટરસાયકલ ઉપર બેઠેલ હતા અને અને જગદીશભાઈ મસાલો લઇ આવી મસાલો બનાવતા હતા, આ વખતે આશરે સાડા અગિયારેક વાગ્યે રામદેવપીર મંદિર બાજુથી એક ટાવેરા ગાડી ચાલે કે તેની ટાવેરા ગાડી પુર ઝડપે ચલાવી લાવી મનોજભાઈ ના મોટર સાયકલને પાછળથી ટક્કર મારતા મનોજભાઈ રોડ ઉપર પડી ગયેલ છે. જેથી તેમને ડાબા પગના થાપા ના ભાગે તથા કમરના ભાગે વાગેલ અને અને તે વખતે તેમના મિત્ર જગદીશભાઈ નાઓએ આ અકસ્માત કરનાર ટાવેરા ગાડી નો નંબર જોયેલો હતો તે GJ-23-H-5624 નો હતો. આ ટાવેરા ગાડી વાળો ડ્રાઇવર અકસ્માત કરી તેની ગાડી લઈને જતો રહેલો તે દરમિયાન તેમના મિત્ર જગદીશભાઈએ પ્રાઇવેટ રીક્ષા બોલાવી ઉત્તરસંડા મુકામે આવેલ ચતુરદાસ ગંગાદાસ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર કરાવી હતી, પરંતુ વધુ સારવાર માટે નડિયાદ આનંદ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવેલા હતા. હાલમાં તેમની સારવાર ચાલુ છે અને સંપૂર્ણ ભાન માં હતા. જેથી ટવેરા ગાડી ના ચાલક વિરુદ્ધ કાયદેસર તપાસ તથા પુરાવાના આધારે ચકલાસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલ છે.
રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ