હિન્દ ન્યૂઝ, નડિયાદ
નડિયાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ૨૦૨૧ ના પ્રચારાર્થે વોર્ડ નંબર ૧૩માં આજે નડિયાદ શહેર ના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા રામજી મંદિર સામે તથા ફતેપુરા રોડ, ચકલાસી ભાગોળ ખાતે દેવીપૂજક સમાજની બેઠક યોજવામાં આવી હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીની પેનલના ઉમેદવારો
(૧) કિંતુભાઈ દેસાઈ(વાનગી હોટલવાળા)
(૨) કિન્નરીબેન શાહ (મોન્ટુ-પાયલ બ્યુટીક)
(૩) ગીતાબેન તળપદા(ભોલો)
(૪) મનન રાવને
વગેરે ઉમેદવારો ને જંગી બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરી હતી અને મતદાન ના દિવસે અચુક મતદાન કરવા અપીલ કરી હતી અને આ પ્રસંગે પૂર્વ નગરપાલિકા ઉપપ્રમુખ પરિનભાઈ, પૂર્વ કારોબારી ચેરમેન તથા કાઉન્સિલર મનીષભાઈ બોબ, સમાજના અગ્રણીઓ, વડીલો, યુવાન મિત્રો તથા ભાજપ ના કાર્યકર્તા ઓ મોટી સંખ્યામાં હજાર રહ્યા હતા.
રિપોર્ટર :-પ્રતિક ભટ્ટ, નડિયાદ