નડિયાદ નગરપાલિકા ની ચૂંટણી ના ભાજપ ના વોર્ડ નંબર ૯ ના કાર્યાલય નો શુભારંભ

હિન્દ ન્યૂઝ,  નડિયાદ

      નડિયાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ૨૦૨૧ ના પ્રચારાર્થે નડીઆદ શહેર ના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા વોર્ડ નંબર ૯માં ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામા આવ્યું. જેમાં ભારતીય જનતા પાર્ટીની પેનલના ઉમેદવારો ૧). કલ્પેશભાઈ રાવળ (અજયભાઈ), ૨). કાજલબેન સુનિલભાઈ પટેલ, ૬). પારુલબેન મયુરભાઈ પટેલ, ૮). રમેશભાઈ પરમાર (ભગાભાઈ) ને જંગી બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરી હતી અને મતદાન ના દિવસે અચુક મતદાન કરવા પણ અપીલ કરી હતી. આ પ્રસંગે પ્રદેશ મંત્રી જહાનવીબેન વ્યાસ , જિલ્લા મંત્રીશ્રી તથા પૂર્વ કાઉન્સિલર અજયભાઈ, શહેર મહામંત્રી તેજસભાઈ તથા વોર્ડના અગ્રણીઓ, વડીલો, યુવાન મિત્રો તથા ભાજપ ના કાર્યકર્તા ઓ વગેરે ઓ મોટી સંખ્યામાં હજાર રહ્યા હતા.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment