ડભોઇ- દર્ભાવતિ નગરીમાં વોર્ડ નંબર ૮ માં કોંગ્રેસે મઘ્યસ્થ કાર્યલય નું ઓપનિંગ કરાયું

હિન્દ ન્યૂઝ, ડભોઇ

ડભોઇ- દર્ભાવતિ નગરીમાં ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે તેમ રાજકીય ક્ષેત્રે ગરમાવો આવી રહ્યો છે અને ચૂંટણી નો માહોલ જોર પકડી રહ્યો છે ડભોઇ- દભૉવતી નગરીમાં આજરોજ વોર્ડ નંબર ૮ માં કોંગ્રેસ ના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. આ કાર્યાલયના ઉદ્દઘાટન થી વોર્ડ નંબર ૮ ના કોંગ્રેસ ના ઉમેદવારોએ પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. આ વોર્ડ નંબર ૮ માં કોંગ્રેસ એ કોંગ્રેસ પક્ષ ના યુવા અગ્રણી અને યુવાનો તેમજ ભાવિ ઉમેદવારો દ્વાર પોતાની પેનલ ઉતારી છે અને સમગ્ર પેનલ વિજેતા બનેતે માટે બીબી બેન મન્સૂરી, કૃણાલ ભાઈ રાજ, મંજુલા બેન તડવી અને ઈશાકમિયાં સૈયદ(બાપુ) સતતં પ્રચાર કરી પોતાના પ્રયત્નો શરૂ કરી દીધાં છે. ડભોઇ- દર્ભાવતિ નગરીનો પારદર્શક વહીવટ બને અને મતદારોના પડતર પ્રશ્નો નો ઉકેલ લાવવા તેમજ દભૉવતી નગરી વિકાસ ના પંથે આગળ વધે તે માટે કોંગ્રેસ પક્ષ અને ઉમેદવારો અચૂક પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આ વખતે ડભોઇ- દર્ભાવતીમાં કોંગ્રેસ પક્ષ ગત ટર્મ ની જેમ કોંગ્રેસ પક્ષ ના ઉમેદવારો ચૂંટણી ની જંગ માં વધુ બેઠકો મેળવી સતા હાંસલ કરે તે માટે સૌ ઉમેદવારો કાર્યશીલ થયા હતા.

રિપોર્ટર : હુસેન મન્સૂરી, ડભોઈ

Related posts

Leave a Comment