થરાદની નાનોલ પ્રાથમિક શાળામાં લાખોનું કૌભાંડ સામે આવ્યું

હિન્દ ન્યૂઝ, થરાદ

         થરાદ તાલુકાના નાનોલ ગામનો થોડા સમય પહેલા સસ્પેન્ડ થયેલ શિક્ષકનું ફરી એકવાર મસમોટું કૌભાંડ સામે આવ્યુ છે. આ શિક્ષક સને 2017 માં નાનોલ પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક (આચાર્ય) તરીકે ફરજ બજાવતો તે સમયે ખોટા નામ ધારણ કરી ત્રણ લાખ ઉપરાંતનું કૌભાંડ આચર્યું હોવાની શિક્ષણ વિભાગને નાનોલ ગામના એક જાગૃત નગરિક દ્વારા લેખિત રજુઆત આપવામાં આવતાં ચકચાર મચી જવા પામી છે.

          અરજદારે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ ની જોગવાઈઓ મુજબ વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૭ ની માંગેલી માહિતીના આધારે ૨૦૧૭ ના વર્ષમાં શાળાના બેન્ક એકાઉન્ટમાં જમાં રહેલી રકમમાંથી સરકાર તરફથી શિષ્યવૃત્તિ , ગણવેશ સહાય , વિદ્યાલક્ષ્મી બોન્ડ જેવી યોજનાઓ હેઠળ જમાં થતી ગ્રાન્ટમાંથી આચાર્ય ચીરાગભાઈ એમ , પટેલે ત્રણ ચેકથી કુલ રકમ રૂ .૩,૨૭,૦૦૦ ( રૂપિયા ત્રણ લાખ સત્તાવીસ હજાર પુરા ) રોકડમાં ઉપાડી હતી , પરંતુ વિઘાર્થીઓના ખોટા દસ્તાવેજો , વાલીઓની ખોટી સહીઓ તેમજ અંગુઠાઓના નિશાન દ્વારા ઉચાપત કરી સરકાર સાથે વિશ્વાસઘાત કર્યાનો ઘટસ્ફોટ થયો હતો . જેમાં વિદ્યાર્થીઓના પોસ્ટ એકાઉન્ટ હોવા છતાં પણ તેઓના ખાતામાં કોઈ રકમ જમા કરાવવાને બદલે રોકડમાં આપેલ હોવાનું રેકર્ડ ઉભું કરી અસ્વચ્છ વ્યવસાયના ૩૫ વિદ્યાર્થીઓની રૂ .૨,૧૫૦ લેખે શિષ્યવૃત્તિ સહાયની કુલ રકમ રૂ .૭૭,૧૦૦ ના અનુસુચિત જાતિ ચુકવણી પત્રક બનાવી પોસ્ટ ઓફિસમાં જમા કરાવાઇ હતી . ફરીવાર ઉપરોક્ત નામવાળાં બાળકોની શિષ્યવૃત્તિ વહેંચણી પત્રક બનાવી તેમાં રૂ .૩,૭૦૦ ઉધારી કુલ ૫૫ ની રૂ .૧,૯૯,૮૦૦ ની રોકડ રકમની ખોટા દસ્તાવેજો ઉભા કરી , વાલીઓની ખોટી સહીઓ સાથે રેકર્ડ તૈયાર કરવામાં આવેલો છે . આમ એક જ વર્ષમાં એકના એક વિદ્યાર્થીની રકમ પોસ્ટમાં જમા કરાવવામાં આવે છે . અને બીજી બાજુ છતે ખાતે ખોટું રેકર્ડ ઉભું કરી સરકાર સાથે છેતરપીંડી કરી ઉચાપત કરવામાં આવી હતી . એ જ રીતે બક્ષીપંચના કુલ ૨૪૫ હાજર વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ સહાયની કુલ રકમ રૂ .૨,૧૧ , ૫૫૦ ના પત્રક બનાવી કોઈપણ વિદ્યાર્થીઓને રોકડમાં વિદ્યા ચુકવવાને બદલે પોસ્ટ ઓફિસ ખાતે મળી જમાં કરાવી હતી . પરંતુ ૨૦૧૭ ના સમયવર્ષનું બક્ષીપંચ જાતિના બાળકોની કરાઈ હતી . શિષ્યવૃત્તિ વહેંચણીનું પત્રક કુલ ૧૬૪ શાળામાં વિદ્યાલક્ષી વિદ્યાર્થીઓને અલગ – અલગ રકમ મળી કુલ રૂ .૧,૨૭,૦૦૦ ની રોકડ મળતાં રકમની ખોટા રેકર્ડ તૈયાર કરી ઉચાપત કરાઈ હતી આ તમામ કરતૂતો ના પુરાવા સાથે અરજદાર દ્વારા રજુઆત કરવામાં આવી છે ત્યારે જોવાનું એ રહ્યું છે કે તંત્ર આ કૌભાંડી શિક્ષક સામે પગલાં ભરે છે કે કેમ ?

    માનાભાઈ રબારીએ કરેલી રજુઆત ની વિગતો એવી છે કે આ શિક્ષક અગાઉથીજ ગુનાહિત પ્રવૃતિઓ વાળો છે આ શિક્ષક સામે ખોટી રીતે સરકારી નોકરીના ઓર્ડરો આપી ખોટા દસ્તાવેજો તૈયાર કરી છંતરપીંડીનો ગુનો ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનમાં નોંધાતાં કોર્ટમાં ચાર્જશીટ થતાં વડી કચેરી દ્વારા ફરજ મોકુફ કરવામાં આવેલ હતા . મહિન્દ્રા ફાયનાન્સ દ્વારા પૈસા વસુલવા માટે પ્રિન્સીપાલ સીનીયર સીવીલ કોર્ટ ડીસા ખાતે રેગ્યુલર દરખાસ્ત નં .૨૫૧ / ૨૦૧૮ , .૩૧.૦૩.૨૦૧૮ થી દાખલ થયેલી અને જે હાલમાં પેન્ડિગ છે . ૨૦૧૭ ની સાલમાં “ કેશડોલ તેમજ ઘરવખરીની સહાયમાં કરેલા ભ્રષ્ટાચાર તેમજ લાભાર્થીના નામના ખોટા દસ્તાવેજો તૈયાર કરી સરકારી તિજોરી સાથે ચેડાં કરી સરકાર સાથે છંતરપીંડી કરી હતી . તે ભ્રષ્ટાચારની તપાસ A.C.B. ( એન્ટી કરપ્શન બ્યુરો ) ઓફિસ , પાલનપુર ખાતે હાલમાં ચાલુ છે . તા .૧૫ / ૦૩ / ૨૦૨૦ ના રોજ દારૂ પિધીલ હાલતમાં થરાદ પોલીસ દ્વારા ધરપકડ કરી ગુના રજી નં ૧૧૧૫૦૫૦૨૦૦૧૮૯ , પ્રોહિબિશન એક્ટની કલમ -૬૬ (૧ ) બી , ૮૫ ( ૧ ) મુજબનો ગુનો દાખલ થયો હતો . જે હાલમાં પેન્ડીંગ છે . તેમાં પણ ફરીવાર ફરજ મોકુફ કરાયા બાદ થોડા સમય પહેલાં જ તેઓને ફરજ ઉપર નાનોલ પ્રાથમિક શાળામાં જ ફરીવાર હાજર કરવામાં આવેલ હતાં. આવા આ શિક્ષક ને નાનોલ શાળામાં ફરીવાર હાજર કરતા ગામ લોકોમાં પણ આ શિક્ષક પ્રત્યે અનેક સવાલ ઉદ્દભવવા પામ્યા હતા જે શિક્ષક પોતે ગુનાહિત પ્રવૃતિઓ વાળો છે ત્યાં વિદ્યાર્થીઓ ને એ કેવું ભણાવતો હશે તેવા પણ અનેક સવાલો ઉભા થવા પામ્યા છે

            અરજદાર દ્વારા વધુમાં જણાવ્યું હતું કે જો નાનોલ ના આ કૌભાંડી શિક્ષક સામે પગલાં નહિ લેવાય તો મળતીયાઓ સહિત સામે હાઈકોર્ટ ના દરવાજા ખખડાવવાની ચીમકી ઉચ્ચારી હતી.

રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment