હિન્દ ન્યૂઝ, ભાભર
ભારત વિકાસ પરિષદ ભાભર શાખા દ્વારા આજે ભાભર તાલુકા બ્લોક હેલ્થ કચેરીએ રાષ્ટ્રીય બાલિકા સપ્તાહની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં ભા.વિ.પ. પ્રમુખ એ. બી. પટેલ. મંત્રી એસ. કે. રાઠોડ મહેશભાઈ કાનાબાર અને મહિલા સંયોજિકા મનીષાબેન રાઠોડ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં હેલ્થ ઓફિસર પરમાર માનવજીવનમાં હિમોગ્લોબીનનું મહત્વ સમજાવ્યું. ડૉ. નિકિતા પટેલે કિશોરીઓને હિમોગ્લોબીન યુક્ત ખોરાક લેવા અને ચા-કૉફી અન્ય વ્યસનથી દૂર રહેવા જણાવેલ. પ્રમુખ એ. બી. પટેલે સ્વસ્થ મહિલા સ્વસ્થ પરિવાર એ સૂત્ર સાર્થક કરવા ઉપસ્થિત કિશોરીઓને આહવાન કરી લોહતત્વવાળો ખોરાક લેવા કહ્યું હતું. આઈ સી ડી એસ સુપરવાઈઝર લીલાબેન ચૌધરીએ કિશોરીઓને આંગણવાડી કેન્દ્ર પરથી આપવામાં આવતી આયર્નની ગોળીઓ લેવા અને લીલા પાંદડાવાળી શાકભાજીનુ સેવન કરી લોહતત્વની ઉણપ દૂર કરવા જણાવેલ. કાર્યક્રમમાં ઉપસ્થિત કિશોરીઓને દાતાશ્રી મહેશભાઈ કાનાબાર અને નીતાબેન કાનાબાર તરફથી ગોળ અને ચણાના પેકેટો આપી સ્વસ્થ આરોગ્યની શુભકામના આપી હતી. કાર્યક્રમના સમાપને ભરત ઠક્કર, જગદીશ ગોકલાની, હાર્દિક જોષીએ બ્લોક હેલ્થ ઓફિસર, પરેશ ત્રિવેદી અને સ્ટાફગણ નો આભાર માની આરોગ્યને લગતા કોઈપણ કાર્યક્ર્મમાં ભા. વિ. પ. ભાભર સહયોગી બનશે તેવી ખાત્રી આપી હતી.
અહેવાલ : બાબુ ચૌધરી, ભાભર