હિન્દ ન્યૂઝ, ડીસા
મીડીયાને દેશનો ચોથો સ્તંભ માનવામાં આવ્યો છે, પરંતુ તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે દેશની ચોથી જાગીરીનો અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો હોય તેમ લાગી રહ્યું છે. મહારાષ્ટ્રની સરકારે મીડિયા કર્મીઓને તેમના તાબે કરી દેવા બદલો લેવાની ભાવનાથી તાજેતરમાં વગર વોરંટે ધરપકડ કરી હતી, ત્યારે મહારાષ્ટ્ર સરકાર બદલો લેવાના ઈરાદાથી દેશની ચોથી જાગીરીને વગર વોરંટે ધરપકડ કરી દેતા તેના પડઘા ચારેકોર પડયા હોઈ ત્યારે ગત રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ડીસા શાખા દ્વારા મહારાષ્ટ્ર સરકારના વિરોધમાં એબીવીપીના કાર્યકરોએ હાથમાં કાર્ડ લઈ આકરા સુત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. જોકે એબીવીપી ડીસા શાખાના તમામ કાર્યકર્તાઓ બગીચા ખાતે ઉપસ્થિત રહી મહારાષ્ટ્ર સરકારે બદલો લેવાની ભાવનાથી પત્રકારોની કરેલ વગર વોરંટની ધરપકડ સામે વિરોધ પ્રદર્શન કરી રોષ ઠાલવ્યો હતો.
રિપોર્ટર : કંચનસિંહ વાઘેલા, ડીસા