હિન્દ ન્યૂઝ, ડીસા
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના વરનોડા ગામે ગ્રામ પંચાયતના સત્તાધીશો સ્વચ્છતા અભિયાનના એક બાજુ ધજાગરા ઉડાવી રહ્યા છે ત્યારે બીજી તરફ વરસાદી પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા આજદિન સુધી કરવામાં આવી નથી ત્યારે ગામલોકો દ્વારા અનેકવાર સરપંચ અને તલાટી કમ મંત્રીને રજૂઆત કરવા છતાં પોતાની મનમાની ચલાવી રહ્યા તેવું દેખાઇ રહી છે. બીજી બાજુ કોન્ટ્રાક્ટર પ્રવીણ ભાઈ દેસાઈ દ્વારા આર.સી.સી.રોડ માં ભ્રષ્ટાચાર કર્યા હોવાના એંધાણ પણ વર્તાઇ રહ્યા છે. આ બાબતે વરનોડા આરોગ્ય કેન્દ્રના ડોક્ટર સાથે મીડિયાએ વાતચીત કરતા તેઓએ પણ એવું જણાવ્યું હતું કે આ બાબતે અમે અનેકવાર પંચાયતમાં રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ જ તકેદારી લેવામાં આવી નથી ત્યારે એક બાજુ કોન્ટ્રાક્ટર પ્રવીણભાઈ દ્વારા ત્રણ દિવસ અગાઉ આર.સી.સી રોડ બનાવેલો તે રોડ એક-બે દિવસમાં તૂટી જાય તો આનાથી મોટો ભ્રષ્ટાચાર કર્યો તે એક મોટો સવાલ લોકોમાં ચર્ચાસ્પદ બનાવવા પામ્યો છે. એક બાજુ સરપંચ અને તલાટી ક્રમ મંત્રી ની ગામજનો વિરુદ્ધ ભેદભાવ નીતિ અપનાવી રહ્યા હોય તેવું લોકોમાં ચર્ચાસ્પદ બનવા પામી છે. જોકે આ બાબતે કામ પંચાયતના સદસ્ય જ સરપંચ અને તલાટી નો વિરોધ દર્શાવે છે જ્યારે આ બાબતે ડીસા તાલુકાના વરનોડા ગામ ની સરપંચની જિલ્લા કલેક્ટર દ્વારા ખાતાકીય તપાસ કરે તો મોટું કૌભાંડ બહાર આવવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાઇ રહી છે.
એહવાલ : કંચનસિંહ વાઘેલા, ડીસા