સુરત ખાતે 13 વર્ષ ની બાળા કેસર બવાડિયા ના ગરબા સોન્ગ થી લોકો ને મનમોહિત કર્યા

હિન્દ ન્યૂઝ, સુરત

સુરત ખાતે 13 વર્ષ ની સૌની લાડકી એવી કેસર બવાડિયા આજે ગુજરાત ખાતે જેમના નામ ની ચર્ચા થાય છે જેમણે મુંબઇ, વાપી, વલસાડ, નવસારી, બારડોલી, ડાંગ, આહવા, ભરૂચ, વડોદરા, રાજ પીપળા, અમદાવાદ તેમજ સુરત માં 150 થી પણ વધારે લાઈવ શૉ કર્યા છે અને ફક્ત દોઢ વર્ષ માં સિગિંગ સ્પર્ધા માં ભાગ લઇ 80 શિલ્ડ, એવૉર્ડ લઇ આવી છે. ગુજરાત સારેગામાં માં વોઇસ ઓફ યુનિક નું બિરુદ મેળવેલું છે. સુરત ખાતે સરદાર પટેલ ઓડિટોરિયમ માં 2 શૉ પણ કરી ચુકી છે. ભણવાની સાથે સંગીત અને તેની સાથે ચિત્રકામ પણ ખૂબ જ સારું કરી જાણે છે. તેની ઈચ્છા પ્લે બેક સિંગર થવાની છે. હમણાં જ કેસર ના અવાજ માં ગવાયેલું એક સુંદર મજાનું ગરબા ગીત લોન્ચ થયું જેના શબ્દો છે “ઓધવજી મારા શ્યામ ને કહેજો” એક વાર જોજો તમને વારે વારે સાંભળવાનું મન થાય તેવું ગરબા સોન્ગ બનાવ્યું છે. જેમાં કવિ અરવિંદ માવાણી એ તેમની કલમે સુંદર શબ્દો ની હારમાળા કરી છે. કેસર બવાડિયા એ આ શબ્દો માં રાગ આપી ગીત ને અદભુત અવાજ આપ્યો છે. તેમજ આ ગીત માં ફેનીલ ઢોલા એ તેની સંગીત પ્રત્યે ની કળા ખીલવી સંગીત ના સુર આપ્યા છે. તેમજ દાસભાઈ ક્રિષ્ના, રોહિત વેકરિયા રોહનભાઈ તેમજ ગોપાલભાઈ એ કાચ ના કેમેરા માં કંડારી સોન્ગ ને નવજીવન આપ્યું હતું. આ સોન્ગ માં ડાયરેક્શન હિતેન્દ્ર બવાડિયા તેમજ નિશા બવાડિયા એ કોરિયોગ્રાફી કરી છે અને ખોડિયાર મંડળ ની બાળા ઓ એ રાધા કાન અને ગોપી ના રાસ ની એક ઝલકે અલગ પ્રાણ પૂર્યા છે. તેમાં પ્રકાશભાઈ વઘાસિયા નો સિંહફાળો રહ્યો હતો.
નાની એવી આ બાળકી એ આટલું સરસ સોન્ગ રજૂ કરી લોકો ને સ્તબ્ધ કરી દીધા છે. તેની કેસર બવાડિયા નામની યુ ટ્યુબ ચેનલ છે. જેમાં આ સોન્ગ રજુ કરેલું છે તો સાંભળવાનું ચૂકશો નહી.

રિપોર્ટર : હિના ભટ્ટ, નાઝમીન શેખ, સુરત

Related posts

Leave a Comment