રાશનકાર્ડ ધારકોને ૧૩ એપ્રિલથી રાશનની દુકાન પરથી નિઃશુલ્ક અનાજ વિતરણ શરૂ કરવામાં આવનાર છે

રાશનકાર્ડ ધારકોને ૧૩ એપ્રિલથી રાશનની દુકાન પરથી નિઃશુલ્ક અનાજ વિતરણ શરૂ કરવામાં આવનાર છે

રાજકોટ શહેર તા.૧૦.૪.૨૦૨૦ ના રોજ રાજ્યના મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે અત્યારે જાહેરાત કરી છે કે A.P.L.૧ કેટેગરીમાં આવતા રાશનકાર્ડ ધારકોને ૧૩ એપ્રિલથી રાશનની દુકાન પરથી નિઃશુલ્ક અનાજ વિતરણ શરૂ કરવામાં આવનાર છે. આ માટે કેટલીક માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવી છે. નિઃશુલ્ક રાશન મેળવવા માટે પહેલા તબક્કામાં લોકોએ રાશનની દુકાનો પર ભીડ લગાવી દીધી હતી. જેને કારણે અંધાધૂંધીનો માહોલ સર્જાયો હતો. જેને ધ્યાનમાં લેતા આ બીજા રાઉન્ડમાં અમુક ગાઈડલાઇન્સ નક્કી કરવામાં આવી છે. જે મુજબ ૧૩ તારીખથી શરૂ કરીને ૧૭ તારીખ સુધીમાં તમામ લોકોને ભીડભાડ કર્યા વગર રાશન મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે મુજબ, તા.૧૩ના રોજ એ લોકોએ જ રાશન લેવા જવું જેમના રાશનકાર્ડનો છેલ્લો આંકડો ૧ અને ૨ આવતો હોય. ૧૪ તારીખે એવા લોકોએ રાશન લેવા જવું જેમના રાશનકાર્ડનો છેલ્લો આંકડો ૩ અને ૪ આવતો હોય. ૧૫ તારીખે જેમના રેશનકાર્ડનો છેલ્લો આંકડો ૫ અને ૬ આવતો હોય. ૧૬ તારીખે જેમના રેશનકાર્ડનો છેલ્લો આંકડો ૭ અને ૮ આવતો હોય. તેવા લોકોએ જ્યારે જેઓના રેશનકાર્ડમાં છેલ્લો આંકડો ૯ અને ૦ આવતો હોય. તેવા કાર્ડ ધારકોએ ૧૭ એપ્રિલે રાશન લેવા દુકાનોએ જવું. જે તે તારીખે જે વ્યવસ્થા આંકડાકીય પદ્ધતિ મુજબ નક્કી કરવામાં આવી છે.

 

તે દિવસે એ જ લોકોને રાશન મળશે. લોકોને પોતાના રાશનકાર્ડમાં છેલ્લા આંકડા મુજબ નક્કી કરવામાં આવેલી તારીખે જ રાશન લેવા જવાની તાકીદ કરવામાં આવી છે. ૧૭ તારીખ બાદ ૧૮મી તારીખે એવા તમામ લોકોને રાશન વિતરણ થશે. જેઓ તેમની નિયત તારીખે રાશન લેવા પહોંચી શક્યા નથી. ઉલ્લેખનીય છે કે જેઓ અત્યાર સુધી રાશનકાર્ડ પર ક્યારેય રાશન મેળવવા માટે આર્થિક ધોરણે લાયકાત ધરાવતા ન હતા. તેઓ તમામ ૧૩ તારીખથી ઘઉં, ચોખા, દાળ અને ખાંડ મેળવી શકશે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment