હિન્દ ન્યુઝ, દિયોદર
બનાસકાંઠા જિલ્લા ના ડીસા ના ભાખર ગામ ની સિમ માંથી મળી આવેલ ડીસા ની મુકબધીર દીકરી ની લાશ ને લઈ સમગ્ર જિલ્લા માં ભારે ચકચાર મચાવી દીધી છે. જેમાં નરાધમ ઈસમ સામે લોકો માં ભારે રોષ જોવા મળી આવ્યો છે. જેમાં આજે દિયોદર મામલતદાર કચેરી ખાતે દિયોદર માળી સમાજ ના આગેવાન અને દિયોદર વિધાનસભા ના પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી તેમજ માળી સમાજ ના આગેવાનો એ આવેદનપત્ર પાઠવી ઉર્ગ રજુઆત કરી હતી. જેમાં માસૂમ દીકરી ની હત્યા કરનાર હત્યારા આરોપી ને કડક માં કડક સજા કરવા ઉર્ગ માંગણી કરી હતી. આજે માળી સમાજ ના આગેવાનો ભારે રોષ સાથે મામલતદાર કચેરી પોહચ્યા હતા અને દીકરી ને ન્યાય મળે અને ફરી આવી ઘટના ના બંને તે માટે આરોપી ને કડક સજા કરવા રજુઆત કરી હતી.
રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર