વેરાવળ અને સુત્રાપાડા તાલુકામાં ફટાકડા વેચાણના હંગામી લાયસન્સ માટે તા.૨ નવેમ્બર સુધીમાં અરજી કરી શકાશે

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ

તા.૨૬, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સબ ડિવિઝન હેઠળના વેરાવળ ગ્રામ્ય/શહેર, સુત્રાપાડા તાલુકા માંથી આગામી દિવાળીના તહેવાર પ્રસંગે હંગામી ફટાકડા લાયસન્સ મેળવવા માટેની તા.૨-૧૧-૨૦૨૦ સુધીમાં સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટની કચેરી, કસ્તુરબા મહિલા મંડળ રોડ, વેરાવળ ખાતે અરજી કરી શકશે. મુદત પુર્ણ થયા બાદ અરજી સ્વીકારવામાં આવશે નહિ. ફટાકડા વેચાણ માટેના નક્કી કરવામાં આવેલ સ્થળ સિવાયના અન્ય સ્થળે ફટાકડા વેચાણ માટે લાયસન્સ આપવામાં આવશે નહિ. જેની સબંધિતોએ નોંધ લેવી તેમ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટની કચેરી, ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment