હિન્દ ન્યુઝ, દાહોદ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), મુવાલિયા ફાર્મ, દાહોદ ખાતે ‘આત્મા પ્રોજેક્ટ’ દાહોદ દ્વારા ‘મહિલા કિસાન દિવસ ૨૦૨૬’ ની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે ગ્રામીણ વિસ્તારની મહિલા ખેડૂતોની ક્ષમતાવર્ધન અને કૃષિ ક્ષેત્રે નવીન ટેકનોલોજીથી માહિતગાર કરવાના હેતુથી જિલ્લા અંદર એક દિવસીય ‘પ્રેરણા પ્રવાસ’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેરણા પ્રવાસ દરમિયાન ઉપસ્થિત મહિલા ખેડૂતોને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ચાલતી વિવિધ પ્રદર્શનીય પ્રવૃત્તિઓ, જેવી કે નૈસર્ગિક અને પ્રાકૃતિક ખેતી, કિચન ગાર્ડનિંગ (પોષણ વાટિકા), વર્મી કમ્પોસ્ટ (અળસિયાનું ખાતર), પશુપાલન અને મરઘા પાલન તેમજ કૃષિ મૂલ્ય વર્ધન…
Read MoreDay: October 16, 2026
VNSGU ખાતે ONGC હજીરાના CISF યુનિટ દ્વારા ‘અગ્નિ સુરક્ષા જાગૃતિ અને ફર્સ્ટ એઇડ ફાયર ફાઇટીંગ’ તાલીમ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, સુરત દશેરા અને દિવાળી જેવા આગામી તહેવારો દરમિયાન આગ અકસ્માતની ઘટનાઓ નિવારવાના હેતુથી VNSGU ખાતે ONGC હજીરાના સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ(CISF) યુનિટ દ્વારા ‘અગ્નિ સુરક્ષા જાગૃતિ અને ફર્સ્ટ એઇડ ફાયર ફાઇટીંગ’ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. તાલીમ દરમિયાન તહેવારોમાં ફટાકડા, દીવા, વિદ્યુત શણગાર તથા કામચલાઉ વીજ કનેક્શનના કારણે ઉદ્ભવતા અગ્નિ જોખમો અને તેનાથી બચવાના ઉપાયો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે જ કોઈપણ આકસ્મિક ઘટના સમયે ગભરાયા વિના સલામત બચવાના માર્ગોનો ઉપયોગ કરવા તથા તાત્કાલિક ઈમરજન્સી સેવાઓનો સંપર્ક કરવા જણાવાયું હતું. …
Read Moreરાજ્યકક્ષાના મંત્રી રમેશભાઈ કટારાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજનાના સ્ટોલનું લોકાર્પણ
હિન્દ ન્યુઝ, દાહોદ ગુજરાતના બાંધકામ વિકાસમાં શ્રમિકોનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે. રસ્તાઓ, મકાનો, શાળાઓ, હોસ્પિટલો અને અન્ય માળખાકીય સુવિધાઓના નિર્માણમા શ્રમિક ભાઈઓ અને બહેનો દિવસ-રાત પરિશ્રમ કરે છે. તેમના પરિશ્રમને સન્માન આપવું અને તેમના કલ્યાણની ચિંતા કરવી એ સરકારની પ્રાથમિકતા છે. આ હેતુથી શ્રમિકો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. તેમાંની એક મહત્વપૂર્ણ યોજના છે શ્રમિક અન્નપૂર્ણા યોજના, જેના માધ્યમથી બાંધકામ શ્રમિકોને માત્ર પાંચ રૂપિયાના નજીવા દરે પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવે છે. સુખસર અને ફતેપુરા તાલુકા મથકે શ્રમિક અન્નપૂર્ણા યોજનાના સ્ટોલનું રાજ્યકક્ષાના મંત્રી રમેશભાઈ ખટારા…
Read Moreનખત્રાણા તાલુકાના સુખપર (રોહા) ખાતે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાના વરદહસ્તે નવા આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ
હિન્દ ન્યુઝ, નખત્રાણા કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના સુખપર (રોહા) ગામના નાગરિકોને સ્થાનિકકક્ષાએ જ પ્રાથમિક આરોગ્ય સેવાઓ મળી રહે તે આશયથી નવનિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું. સુખપર (રોહા) ખાતે આ કેન્દ્ર કાર્યરત થવાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને ઘરઆંગણે જ આરોગ્યલક્ષી સુવિધાઓનો લાભ મળશે. આ કેન્દ્ર મારફતે દર્દીઓની પ્રાથમિક તપાસ, માતા અને બાળકલ્યાણલક્ષી સેવાઓ, રસીકરણ, તેમજ બિનચેપી રોગોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. આ ઉપરાંત, આરોગ્ય શિક્ષણ અને રોગ નિવારણ માટે જાગૃતિ લાવવાના પ્રયાસો પણ હાથ ધરાશે. સમયસર રોગનું નિદાન અને યોગ્ય માર્ગદર્શન…
Read Moreજૂનાગઢમાં સ્થિત ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આયોજિત આઠમાં યુવક મહોત્સવ ‘કલા ઉત્સવ-૨૦૨૬’
હિન્દ ન્યુઝ, જૂનાગઢ જૂનાગઢમાં સ્થિત ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આયોજિત આઠમાં યુવક મહોત્સવ ‘કલા ઉત્સવ-૨૦૨૬’ યોજાયો હતો. આ યુવક મહોત્સવમાં બહાઉદ્દીન સરકારી વિનયન કૉલેજ, જૂનાગઢ દ્વારા વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં વિજેતા વિદ્યાર્થીઓમાં કાવ્ય પઠન સ્પર્ધામાં પ્રથમ નંબર બારસીયા વિશ્વા, કલે મોડેલિંગમાં પ્રથમ નંબર કરમુર ઈશા, લઘુ નાટકમાં પ્રથમ નંબર, શાસ્ત્રીય સ્વર વાદ્યમાં દ્વિતીય નંબર વ્યાસ કલ્યાણી, વક્તૃત્વ સ્પર્ધા દ્વિતીય નંબર બારસિયા વિશ્વા, દુહા છંદ સ્પર્ધામાં દ્વિતીય નંબર નાકરાણી ગીગાભાઈ, કાર્ટૂનિંગ સ્પર્ધામાં તૃતીય નંબર કરમુર ઈશા, મુક અભિનયમાં તૃતીય નંબર, એકાંકી સ્પર્ધામાં તૃતીય નંબર પ્રાપ્ત…
Read Moreરાપર તાલુકાની પાંચ પ્રાથમિક શાળાઓના મધ્યાહ્ન ભોજન કેન્દ્રોના સંચાલકોની જગ્યાઓ માટે અરજીઓ મંગાવાઈ
હિન્દ ન્યુઝ, ભુજ રાપર તાલુકાની કુડાજામપર પ્રાથમિક શાળા, સાયરાવાડી પ્રાથમિક શાળા, ડેડરવાવાડી પ્રાથમિક શાળા, ખારીયાવાંઢ પ્રાથમિક શાળા અને કમુઆરાવાંઢ પ્રાથમિક શાળાઓમાં પ્રધાનમંત્રી પોષણ યોજના કેન્દ્રો પર વર્ષ ૨૦૨૬-૨૭ ના પ્રથમ શૈક્ષણિક સત્ર માટે ખાલી પડેલ ૦૫ (પાંચ) મધ્યાહ્ન ભોજન કેન્દ્રો માટે સંચાલકોની જગ્યા પર તદ્દન હંગામી ધોરણે નવી નિમણૂક કરવામાં આવશે. આ માટે નિયત નમૂનામાં તા. ૨૨/૧૦/૨૦૨૬ સુધીમાં અરજીઓ મંગાવવામાં આવી છે. પ્રધાનમંત્રી પોષણ યોજનાના સંચાલકની નિમણૂક સરકારના ધારાધોરણો મુજબ ચકાસણી કરી લાયકાતના આધારે આપવામાં આવશે. અરજી ફોર્મ, લાયકાત અને ખાલી કેન્દ્રોની વિસ્તૃત યાદી મામલતદારશ્રીની કચેરી રાપર ખાતેથી…
Read Moreરણોત્સવ ૨૦૨૬-૨૭ના આયોજન અંગે ધોરડો ખાતે કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને કોર કમિટીની બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, ભુજ આગામી ‘રણોત્સવ ૨૦૨૬-૨૭’ના સુચારુ આયોજન માટે અને પ્રવાસીઓની કચ્છના સફેદ રણ ધોરડોની મુલાકાતને વધુ સુવિધાસભર બનાવવા માટે કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને ‘રણોત્સવ જિલ્લા કોર કમિટી’ની મહત્વપૂર્ણ બેઠક ધોરડો ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાએ રણોત્સવની પૂર્વતૈયારીઓના ભાગરૂપે વહીવટીતંત્રની વિવિધ ટીમોની જવાબદારીઓ અને કામગીરીઓ અંગે વિસ્તૃત સમીક્ષા કરીને જરૂરી સૂચનાઓ આપીને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. વડાપ્રધાનશ્રીના વિઝનથી શરૂ થયેલા રણોત્સવ ખાતે પધારનારા પ્રવાસીઓની યાત્રા વધુ સુગમ અને સુવિધાસભર બને તે માટે આયોજનબદ્ધ રીતે કામગીરી કરવા કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાએ સંબંધિત વિભાગના અધિકારીઓને…
Read MoreBSFની 90મી બટાલિયન દ્વારા ધોરડો ગામમાં નાગરિક કલ્યાણ કાર્યક્રમનું આયોજન
હિન્દ ન્યુઝ, ધોરડો (કચ્છ) સીમા સુરક્ષા દળ (BSF)ની 90મી બટાલિયન દ્વારા 14 ઑક્ટોબર 2026ના રોજ સવારે 1030 કલાકથી 1300 કલાક સુધી ધોરડો ગામની સરકારી પ્રાથમિક શાળામાં વર્ષ 2026–27ના નાગરિક કલ્યાણ કાર્યક્રમ (Civic Action Programme)નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિજય કુમાર, કમાન્ડન્ટ, 90મી બટાલિયન BSF, ભુજ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નિરીક્ષક મોયાંગર, કાર્યકારી કંપની કમાન્ડર, ‘E’ કંપની અને નિરીક્ષક (G) મનોજ કુમાર, UGC સહિત સ્થાનિક જનપ્રતિનિધિઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સરહદી વિસ્તારની છ સરકારી શાળાઓને રમતગમતને પ્રોત્સાહન આપવા, શૈક્ષણિક સુવિધાઓમાં સુધારો…
Read Moreખેડૂતોને સીધી આર્થિક સહાય પૂરી પાડતી પીએમ કિસાન સન્માન નિધિ યોજના સહિત અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી
હિન્દ ન્યુઝ, જૂનાગઢ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના વિકાસ અને ઉત્કર્ષમાં અન્નદાતા એટલે કે ખેડૂતોને પણ કેન્દ્રસ્થાને રાખ્યા છે. ખેડૂતોને સીધી આર્થિક સહાય પૂરી પાડતી પીએમ કિસાન સન્માન નિધિ યોજના સહિત અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ખાસ કરીને દેશમાં કઠોળ અને ખાદ્યતેલની આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટે નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ્સ અને આત્મનિર્ભર કઠોળ મિશન અમલમાં મૂકવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લામાં પણ આ યોજનાઓ હેઠળ ખેડૂતોને જરૂરી લાભો આપવામાં આવી રહ્યા છે. આ સંદર્ભે વિગતો આપતાં જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટે જણાવ્યું હતું કે, નેશનલ મિશન ઓન…
Read Moreગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) અને સ્થાનિક વીજ કંપનીઓ દ્વારા અમલમાં મૂકાયેલી આ યોજના ખાસ કરીને જંગલ અને અંતરિયાળ સીમ વિસ્તારોના ખેડૂતો માટે આશીર્વાદરૂપ
હિન્દ ન્યુઝ, જૂનાગઢ પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાઅભિયાન (PM-KUSUM) યોજના અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં ગ્રીડ વીજળી વિનાના વિસ્તારોમાં ૫૦ ખેડૂતોને સોલાર પંપ સેટ આપવામાં આવ્યા છે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) અને સ્થાનિક વીજ કંપનીઓ દ્વારા અમલમાં મૂકાયેલી આ યોજના ખાસ કરીને જંગલ અને અંતરિયાળ સીમ વિસ્તારોના ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની છે. ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ તથા કેન્દ્ર સરકારના અક્ષય ઊર્જા મંત્રાલય (MNRE) ની માર્ગદર્શિકા હેઠળ પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાઅભિયાન (PM-KUSUM) યોજના કોમ્પોનન્ટ-B અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના માટે ગુજરાત…
Read More