હિન્દ ન્યુઝ, ભુજ
રાપર તાલુકાની કુડાજામપર પ્રાથમિક શાળા, સાયરાવાડી પ્રાથમિક શાળા, ડેડરવાવાડી પ્રાથમિક શાળા, ખારીયાવાંઢ પ્રાથમિક શાળા અને કમુઆરાવાંઢ પ્રાથમિક શાળાઓમાં પ્રધાનમંત્રી પોષણ યોજના કેન્દ્રો પર વર્ષ ૨૦૨૬-૨૭ ના પ્રથમ શૈક્ષણિક સત્ર માટે ખાલી પડેલ ૦૫ (પાંચ) મધ્યાહ્ન ભોજન કેન્દ્રો માટે સંચાલકોની જગ્યા પર તદ્દન હંગામી ધોરણે નવી નિમણૂક કરવામાં આવશે.
આ માટે નિયત નમૂનામાં તા. ૨૨/૧૦/૨૦૨૬ સુધીમાં અરજીઓ મંગાવવામાં આવી છે. પ્રધાનમંત્રી પોષણ યોજનાના સંચાલકની નિમણૂક સરકારના ધારાધોરણો મુજબ ચકાસણી કરી લાયકાતના આધારે આપવામાં આવશે. અરજી ફોર્મ, લાયકાત અને ખાલી કેન્દ્રોની વિસ્તૃત યાદી મામલતદારશ્રીની કચેરી રાપર ખાતેથી મેળવી શકાશે તેમ રાપર મામલતદારશ્રી દ્વારા જણાવાયું છે.
