જૂનાગઢમાં સ્થિત ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આયોજિત આઠમાં યુવક મહોત્સવ ‘કલા ઉત્સવ-૨૦૨૬’

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

   જૂનાગઢમાં સ્થિત ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આયોજિત આઠમાં યુવક મહોત્સવ ‘કલા ઉત્સવ-૨૦૨૬’ યોજાયો હતો. આ યુવક મહોત્સવમાં બહાઉદ્દીન સરકારી વિનયન કૉલેજ, જૂનાગઢ દ્વારા વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં વિજેતા વિદ્યાર્થીઓમાં કાવ્ય પઠન સ્પર્ધામાં પ્રથમ નંબર બારસીયા વિશ્વા, કલે મોડેલિંગમાં પ્રથમ નંબર કરમુર ઈશા, લઘુ નાટકમાં પ્રથમ નંબર, શાસ્ત્રીય સ્વર વાદ્યમાં દ્વિતીય નંબર વ્યાસ કલ્યાણી, વક્તૃત્વ સ્પર્ધા દ્વિતીય નંબર બારસિયા વિશ્વા, દુહા છંદ સ્પર્ધામાં દ્વિતીય નંબર નાકરાણી ગીગાભાઈ, કાર્ટૂનિંગ સ્પર્ધામાં તૃતીય નંબર કરમુર ઈશા, મુક અભિનયમાં તૃતીય નંબર, એકાંકી સ્પર્ધામાં તૃતીય નંબર પ્રાપ્ત કર્યો હતો.

આ યુવક મહોત્સવમાં તમામ વિભાગમાં નંબરો પ્રાપ્ત કરીને કૉલેજનું પ્રદર્શન સારું રહ્યું હતું. સારા પ્રદર્શનના કારણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં સેકન્ડ રનર્સઅપની ટ્રોફી યુનિવર્સિટી દ્વારા આપવામાં આવી હતી. કૉલેજની આ સફળતા માટે સમગ્ર ટીમ વતી આચાર્ય ડૉ.જે.આર.વાંઝા, ડૉ.પી.વી. બારસીયા, ડૉ.આલોક વાઘેલા, ડૉ.જી.એચ.જાની, ક્ષિતિબેન વૈષ્ણવ, જાનવીબેન સાકરીયાને બિરદાવવામાં આવ્યા હતા. તેમણે આ તકે વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક ઉદ્બોધન આપ્યું હતું. તેમ બહાઉદ્દીન સરકારી વિનયન કૉલેજ, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment