ખેડૂતોને સીધી આર્થિક સહાય પૂરી પાડતી પીએમ કિસાન સન્માન નિધિ યોજના સહિત અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી

હિન્દ ન્યુઝ, જૂનાગઢ    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના વિકાસ અને ઉત્કર્ષમાં અન્નદાતા એટલે કે ખેડૂતોને પણ કેન્દ્રસ્થાને રાખ્યા છે. ખેડૂતોને સીધી આર્થિક સહાય પૂરી પાડતી પીએમ કિસાન સન્માન નિધિ યોજના સહિત અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ખાસ કરીને દેશમાં કઠોળ અને ખાદ્યતેલની આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટે નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ્સ અને આત્મનિર્ભર કઠોળ મિશન અમલમાં મૂકવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લામાં પણ આ યોજનાઓ હેઠળ ખેડૂતોને જરૂરી લાભો આપવામાં આવી રહ્યા છે. આ સંદર્ભે વિગતો આપતાં જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટે જણાવ્યું હતું કે, નેશનલ મિશન ઓન…

Read More

ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) અને સ્થાનિક વીજ કંપનીઓ દ્વારા અમલમાં મૂકાયેલી આ યોજના ખાસ કરીને જંગલ અને અંતરિયાળ સીમ વિસ્તારોના ખેડૂતો માટે આશીર્વાદરૂપ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ     પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાઅભિયાન (PM-KUSUM) યોજના અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં ગ્રીડ વીજળી વિનાના વિસ્તારોમાં ૫૦ ખેડૂતોને સોલાર પંપ સેટ આપવામાં આવ્યા છે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) અને સ્થાનિક વીજ કંપનીઓ દ્વારા અમલમાં મૂકાયેલી આ યોજના ખાસ કરીને જંગલ અને અંતરિયાળ સીમ વિસ્તારોના ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની છે. ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ તથા કેન્દ્ર સરકારના અક્ષય ઊર્જા મંત્રાલય (MNRE) ની માર્ગદર્શિકા હેઠળ પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાઅભિયાન (PM-KUSUM) યોજના કોમ્પોનન્ટ-B અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના માટે ગુજરાત…

Read More

તડકા પીપળીયા ગામ ખાતે મહિલા ખેડૂતો માટે ક્ષમતાવર્ધન તાલીમનું આયોજન

હિન્દ ન્યુઝ, જૂનાગઢ      મહિલા કિસાન દિવસ નિમિત્તે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ભેસાણ તાલુકાના તડકા પીપળીયા ગામ ખાતે મહિલા ખેડૂતો માટે ક્ષમતાવર્ધન તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન મહિલા ખેડૂતોને સ્વરોજગાર અને મૂલ્યવર્ધન તરફ પ્રોત્સાહિત કરવાના હેતુથી બેકરી શાળા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞો દ્વારા વિવિધ બેકરી વાનગીઓ બનાવવાની પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન વિવિધ વાનગીઓ બનાવવાની પદ્ધતિનું નિદર્શન કરી, જરૂરી સામગ્રી, બનાવટની પ્રક્રિયા તથા ગુણવત્તા જાળવવા અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે મહિલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના મહત્વ, તેની વિવિધ પદ્ધતિઓ, ઉપયોગિતા અને ફાયદાઓ અંગે…

Read More

દાહોદ જિલ્લાના બાગાયતી ખેડૂતો માટે ખુશખબર: નાની અને મોટી નર્સરી સ્થાપવા માટે સહાય યોજના જાહેર

હિન્દ ન્યુઝ, દાહોદ      દાહોદ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ અને ગુણવત્તાયુક્ત વાવેતર સામગ્રીના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે બાગાયત ખાતા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે વિશેષ જાહેરાત કરવામાં આવી છે. જિલ્લામાં બહુવર્ષાયુ ફળપાકો, સુગંધિત પાકો તેમજ વિવિધ બાગાયતી પાકો માટે ઉચ્ચ ગુણવત્તાવાળા રોપા સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તે હેતુથી સરકાર દ્વારા ‘નાની નર્સરી’ (૦.૪૦ થી ૧ હેક્ટર) અને ‘મોટી નર્સરી’ (૧ થી ૨ હેક્ટર) સ્થાપવા માટે નાણાકીય સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા ખેડૂતો માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેના…

Read More

દાહોદ સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ અંતર્ગત સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા નવિન ભોજન વિતરણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ અંતર્ગત નવીન ભોજન વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો. દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરના વરદહસ્તે આ નવનિર્મિત કેન્દ્રનું ભવ્ય લોકાર્પણ કરી શ્રમિકોને ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદશ્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે, “શ્રમિકો એ સમાજ અને રાષ્ટ્રના નિર્માણનો પાયો છે. રાજ્ય સરકાર દ્વારા સંચાલિત શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ હવે શ્રમિકો અને તેમના પરિવારોને માત્ર રૂ. ૫ ની અત્યંત નજીવી કિંમતે પૌષ્ટિક અને ગુણવત્તાસભર ભોજન મળી રહેશે. દાહોદ ખાતે આ કેન્દ્ર શરૂ થવાથી સ્થાનિક શ્રમિક પરિવારોને આર્થિક…

Read More

આદિવાસી વિદ્યાર્થીઓમાં સ્પેસ સાયન્સ અને ટેકનોલોજીના કૌશલ્યો વિકસાવતી અનન્ય પહેલ

હિન્દ ન્યુઝ, નવસારી     આદિજાતિ વિકાસ વિભાગ અને પ્રાયોજના વહીવટદારની કચેરી-વાંસદા દ્વારા EMRS, બારતાડ ખાતે શરૂ કરવામાં આવેલી ‘વિક્રમ સારાભાઈ સ્પેસ એન્ડ ઇનોવેશન લેબ’ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ના અનુભવ આધારિત શિક્ષણના વિચારને સાકાર કરતી એક સીમાચિહ્નરૂપ યોજના છે.   ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા ડૉ.વિક્રમ સારાભાઈના નામ પર બનેલી આ લેબ વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન અને તકનીકીનું અદભુત કેન્દ્ર બનશે. વિદ્યાર્થીઓ GSLV, PSLV, ચંદ્રયાન (લેન્ડર અને પ્રજ્ઞાન રોવર), મંગળયાન, આદિત્ય-L1 અને ગગનયાન જેવા મિશનોના મોડેલ્સ દ્વારા વિદ્યાર્થીઓ અવકાશનો ઇતિહાસ જાણી શકશે.         ઓબ્સ્ટેકલ અવોઇડિંગ, આર્મ, સ્પાઇડર, ક્યુબ રોબોટ્સ તેમજ…

Read More

પાંચ એકરમાં 27થી વધુ પ્રકારના શાકભાજી-ફળોની ખેતી કરીને બન્યા પ્રેરણાસ્ત્રોત

હિન્દ ન્યુઝ, પાદરા       પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરતા વડોદરાના પાદરા તાલુકાના ગણપતપુરા ગામના ખેડૂત ગિરીશભાઈ તેઓને ATMA અંતર્ગત વર્ષ 2025માં તાલુકા અને 2026માં જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ ખેડૂત તરીકે એવોર્ડથી બિરદાવવામાં આવ્યા; તેમની જમીનમાં રીંગણ, ભીંડા, કારેલાં, પરવળ, ચોળી, મેથી, પાલક સહિતની શાકભાજીનું વાવેતર તેમજ જામફળ, ચીકુ જેવાં ફળોનું ઉત્પાદન પણ કરવામાં આવે છે. ખેડૂત ગિરીશભાઈ પ્રાકૃતિક ખેતીને માત્ર પાક ઉગાડવાની પદ્ધતિ તરીકે નહીં, પરંતુ જમીનની ગુણવત્તા જાળવવા અને ખેતીને વધુ ટકાઉ બનાવવાના અભિગમ તરીકે જુએ છે; અત્યાર સુધીમાં તેઓ છ અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે…

Read More

પ્રાકૃતિક ખેતીમાં શ્રેષ્ઠ ખેડૂત તરીકે સન્માનિત ગિરીશભાઈ જાદવઃ પાંચ એકરમાં ૨૭થી વધુ પ્રકારનાં શાકભાજી-ફળોની ખેતી કરી બન્યા પ્રેરણાસ્ત્રોત

હિન્દ ન્યુઝ, વડોદરા    જમીનની તંદુરસ્તી જાળવવી, ખેતીમાં પાકનું વૈવિધ્ય વધારવું અને કૃષિને લાંબા ગાળે ટકાઉ બનાવવી, આ ત્રણેય બાબતોને કેન્દ્રમાં રાખીને વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગણપતપુરા ગામના ખેડૂત ગિરીશભાઈ નારણભાઈ જાદવે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરી છે. પાંચ એકર જમીનમાં ૨૭થી ૨૮ પ્રકારનાં શાકભાજી અને ફળોનું વાવેતર કરીને તેઓ પ્રાકૃતિક ખેતીના વિવિધ પ્રયોગો કરી રહ્યા છે. તેમની આ કામગીરીને ATMA અંતર્ગત વર્ષ ૨૦૨૫માં તાલુકા અને વર્ષ ૨૦૨૬માં જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ ખેડૂત તરીકે એવોર્ડથી બિરદાવવામાં આવ્યા છે. લગભગ છ વર્ષ પહેલાં ગિરીશભાઈએ પોતાના ખેતરમાં શાકભાજીના પાકને રસાયણો અને…

Read More

ગણદેવીના ભાટ ગામે ત્રણ દિવસ દરમિયાન ૩૦,૦૦૦ ચો.મી.થી વધુ સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા

હિન્દ ન્યુઝ, નવસારી    નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાટ ગામે સરકારી જમીન પર વહીવટી તંત્રની મંજૂરી વિના ઉભા કરવામાં આવેલા અનધિકૃત ઝીંગા તળાવો અને દબાણો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા ભાટ ગામે સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઝીંગા તળાવો બનાવી દબાણ કરવામાં આવ્યું હોવાની બાબતને ધ્યાને લઈ વહીવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભાટ ગામે છેલ્લા ત્રણ દિવસથી અંદાજે ૩૦,૦૦૦ ચો.મી.થી વધુ વિસ્તારના દબાણો દૂર કરવામાં આવ્યા છે. દબાણ દૂર કરવાની કામગીરી…

Read More

દિવાળી પર્વ નિમિત્તે દાહોદ શહેરમાં ફટાકડા વેચાણ અંગે જાહેરનામું પ્રસિદ્ધ

હિન્દ ન્યુઝ, દાહોદ આગામી દિવાળી પર્વમાં સાર્વજનિક સલામતી જળવાઈ રહે અને અકસ્માતો અટકે તે હેતુથી નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (દાહોદ) શ્રી એમ.ડી. દવે દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૩(૧)(ઝ) અન્વયે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ, દાહોદ શહેરમાં સ્ટેશન રોડ સ્થિત કેશવ-માધવ રંગમંચ (ઓપન થિયેટર) ખાતે ફટાકડાના છૂટક વેચાણ માટેનું “નિયત સ્થળ” નક્કી કરવામાં આવ્યું છે. તારીખ ૨૪.૧૧.૨૦૨૬ સુધી નિયત સ્થળ અને મંજૂર થયેલ જગ્યા સિવાય શહેરના અન્ય કોઈ પણ વિસ્તારમાં ફટાકડાનું વેચાણ કરવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. મુખ્ય નિયમો અને શરતો: લાયસન્સ અને સ્થળ: વેપારીઓએ…

Read More