હિન્દ ન્યુઝ, ધારી ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલ સંલગ્ન કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલી દ્વારા મોણવેલ ખાતે પ્રાકૃતિક ખેતી અંગે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો. 👨🌾 ૨૫૦થી વધુ ખેડૂતોએ તાલીમમાં જોડાઈ પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાં અંગે માર્ગદર્શન મેળવ્યું. 🔹 દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી 🔹 જીવામૃત અને બીજામૃતનો ઉપયોગ 🔹 મિશ્ર પાક પદ્ધતિનું મહત્વ 🔹 જીવાત અને રોગ નિયંત્રણ 🔹 પ્રાકૃતિક પેદાશોના બજાર અને વેચાણ અંગે માર્ગદર્શન કુલપતિશ્રી ડૉ. સી. કે. ટિંબડિયા સહિત કૃષિ નિષ્ણાતોએ ખેડૂતોને વૈજ્ઞાનિક અભિગમ સાથે પ્રાકૃતિક ખેતી અપનાવવા અંગે માર્ગદર્શન આપ્યું. 🌾 સ્વસ્થ જમીન → સ્વસ્થ…
Read MoreDay: September 7, 2026
જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ યોજાશે
હિન્દ ન્યુઝ, મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમના અનુસંધાને જિલ્લાનાં પ્રજાજનોની ફરિયાદો અને પ્રશ્નોના અસરકારક નિવારણ માટે તા.૨૩/૯/૨૦૨૬ના રોજ “જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ કલેક્ટર ડાંગના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, ડાંગ-આહવાના સભાખંડ ખાતે બપોરે ૩:૩૦ કલાકે યોજાશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાને જણાવવામાં આવ્યું છે કે, સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત પ્રશ્નો ઓનલાઈન તેમજ ઓફલાઈન બંને માધ્યમથી સ્વીકારવામાં આવશે. અરજદારે પોતાની ફરિયાદ અથવા પ્રશ્ન સંબંધિત ખાતા/કચેરીને મોકલી તેની એક નકલ કલેક્ટરશ્રી ડાંગને પાઠવવાની રહેશે. આ અખબારી યાદીમાં વધુમાં જણાવાયું છે કે, ન્યાયાલયમાં ચાલી રહેલા કેસ, મહેસૂલી…
Read Moreજાહેરમાં તીક્ષ્ણ હથિયાર લઈને ફરવા પર પ્રતિબંધ ફરમાવતુ બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં વર્તમાન માસ સપ્ટેમ્બર-૨૦૨૬ તથા ઓકટોબર-૨૦૨૬ માસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા તથા સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર કોઈ વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ દ્વારા જાહેરમાં તીક્ષ્ણ હથિયારો જેવાં કે છરી, કુહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, લાકડીઓ, લોખંડના પાઈપ, ભાલા તથા દંડા, બંદૂક, લાઠી અથવા શારીરિક હિંસામાં ઉપયોગી થઈ શકે તેવા પ્રાણઘાતક હથિયારો લઈને હરે ફરે નહિ તે માટે બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પી.એલ.ઝણકાતે તેમને મળેલી સત્તાની રૂએ જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામું બોટાદ જિલ્લાનાં સમગ્ર વિસ્તારને લાગુ…
Read Moreબોટાદ જિલ્લામાં તા. ૧૨ સપ્ટેમ્બરે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે
હિન્દ ન્યુઝ, બોટાદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, બોટાદ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન અને સૂચના અનુસાર બોટાદ જિલ્લામાં આગામી તા. ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સવારે ૧૦:૩૦ કલાકથી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવશે. આ રાષ્ટ્રીય લોક અદાલતમાં સમાધાનપાત્ર ફોજદારી કેસો, વળતરના કેસો, નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ હેઠળના ચેક રિટર્નના કેસો, ભરણપોષણના કેસો, કૌટુંબીક તકરારના કેસો, જમીન વળતરના કેસો,…
Read Moreબોટાદ તાલુકા સ્વાગત અને ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૨ સપ્ટેમ્બરના રોજ યોજાશે
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ તાલુકા સ્વાગત અને ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૨ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦:૩૦ કલાકે તાલુકા સેવા સદન, પાળીયાદ રોડ, મામલતદાર કચેરી બોટાદ ખાતે યોજાશે. આ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સરકારની તમામ કચેરી, વિભાગને લગત એવા પ્રશ્નો જે તાલુકા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નોના નિરાકરણ માટે અરજદાર એ રૂબરૂ આધાર પુરાવા સાથે હાજર રહી રજુઆત કરી શકશે. આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૨/૦૯/૨૦૨૬ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય સવારના ૧૦:૩૦ કલાકથી સાંજના ૬:૧૦ કલાક સુધી અરજી…
Read Moreસૂત્રાપાડા ખાતે ‘સ્વચ્છ શહેર ૧૦૦ દિવસ મહાઅભિયાન’ અંતર્ગત સફાઈ સ્ટાફ માટે તાલીમ યોજાઇ
હિન્દ ન્યુઝ, સૂત્રાપાડા ગીર સોમનાથ જિલ્લાની સૂત્રાપાડા નગરપાલિકા દ્વારા ‘સ્વચ્છ શહેર ૧૦૦ દિવસ મહાઅભિયાન’ અંતર્ગત સફાઈ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે સેનેટરી વર્કર, વોર્ડ સુપરવાઈઝર, ડોર ટુ ડોર વર્કર અને પબ્લિક ટોઈલેટ કેરટેકર સહિતના સ્ટાફ માટે વિશેષ ક્ષમતાવર્ધન તાલીમ યોજાઇ હતી. સેનેટરી ઇન્સ્પેક્ટર ખેર અને તેમની ટીમની ઉપસ્થિતિમાં આયોજિત આ તાલીમ વર્ગમાં સ્ત્રોત પર જ કચરાનું ૪ પ્રકારે વર્ગીકરણ – લીલો ડબ્બો (ભીનો કચરો), ભૂરો ડબ્બો (સૂકો કચરો), લાલ ડબ્બો (સેનિટરી કચરો) અને કાળો ડબ્બો (ઘરગથ્થુ જોખમી કચરો) – કરવા અંગેની સમજ આપવામાં આવી હતી. તે ઉપરાંત, એકત્ર…
Read Moreવેરાવળ બસ સ્ટેશન ખાતે સફાઇ ઝુંબેશ હાથ ધરાઇ
હિન્દ ન્યુઝ, વેરાવળ “સાપ્તાહિક સ્વછતા કાર્યક્રમ” અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશના ભાગરૂપે વેરાવળ એસ.ટી. બસ સ્ટેશન ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ સફાઇ અભિયાનમાં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ નરેશભાઈ ગોહેલ, નગરપાલિકા કારોબારી ચેરમેન ઉદયભાઈ શાહ, આગેવાન વિનોદભાઈ ભંભાણી તેમજ વેરાવળ ડેપોના કરટેકર ઇન્ચાર્જ વિભાગીય પરિવહન અધિકારી મુકેશભાઈ સોલંકી તથા વેરાવળ ડેપો મેનેજર દિલીપ શામળા સહિતનાઓ દ્વારા સફાઇ કરવામાં આવી હતી. આ તકે નગરપાલિકાના પ્રમુખએ ઉપસ્થિત મુસાફરને જણાવ્યું હતું કે, કચરો કચરા પેટીમાં જ નાખવો જોઇએ, ગંદકી ના કરવી જોઇએ અને સ્વચ્છતા અભિયાનમાં સહયોગ આપવો જોઇએ. તેમણે બસ…
Read More