હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ તાલુકા સ્વાગત અને ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૨ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦:૩૦ કલાકે તાલુકા સેવા સદન, પાળીયાદ રોડ, મામલતદાર કચેરી બોટાદ ખાતે યોજાશે.
આ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સરકારની તમામ કચેરી, વિભાગને લગત એવા પ્રશ્નો જે તાલુકા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નોના નિરાકરણ માટે અરજદાર
એ રૂબરૂ આધાર પુરાવા સાથે હાજર રહી રજુઆત કરી શકશે. આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૨/૦૯/૨૦૨૬ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય સવારના ૧૦:૩૦ કલાકથી સાંજના ૬:૧૦ કલાક સુધી અરજી કરવા અથવા https://swagat.gujarat.gov.in પોર્ટલ પર અરજી કરવા બોટાદ(ગ્રામ્ય) મામલતદારની યાદીમાં જણાવાયું છે.
