હિન્દ ન્યુઝ,
મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમના અનુસંધાને જિલ્લાનાં પ્રજાજનોની ફરિયાદો અને પ્રશ્નોના અસરકારક નિવારણ માટે તા.૨૩/૯/૨૦૨૬ના રોજ “જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ કલેક્ટર ડાંગના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, ડાંગ-આહવાના સભાખંડ ખાતે બપોરે ૩:૩૦ કલાકે યોજાશે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાને જણાવવામાં આવ્યું છે કે, સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત પ્રશ્નો ઓનલાઈન તેમજ ઓફલાઈન બંને માધ્યમથી સ્વીકારવામાં આવશે. અરજદારે પોતાની ફરિયાદ અથવા પ્રશ્ન સંબંધિત ખાતા/કચેરીને મોકલી તેની એક નકલ કલેક્ટરશ્રી ડાંગને પાઠવવાની રહેશે.
આ અખબારી યાદીમાં વધુમાં જણાવાયું છે કે, ન્યાયાલયમાં ચાલી રહેલા કેસ, મહેસૂલી કોર્ટ સંબંધિત મુદ્દાઓ, સબ-જ્યુડિશિયલ પ્રશ્નો તેમજ નોકરી સંબંધિત અરજીઓ આ કાર્યક્રમ હેઠળ વિચારણા માટે લેવામાં આવશે નહીં. અરજદારોએ એક જ પ્રશ્ન સંપૂર્ણ વિગતો સાથે સ્વચ્છ અને સુવાચ્ય અક્ષરોમાં રજૂ કરવાનો રહેશે. અરજીના કવર ઉપર “જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૨/૯/૨૦૨૬” એવો સ્પષ્ટ ઉલ્લેખ કરવો અનિવાર્ય રહેશે.
ફરિયાદ નિવારણ કાર્યક્રમના દિવસે અરજદારોએ નિર્ધારિત સ્થળે સમયસર હાજર રહેવા જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
