જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડો સુધીર જોશીના અધ્યક્ષ સ્થાને સંજેલી તાલુકાના આગંણવાડી કાર્યક્રર બહેનોની રાષ્ટ્રીય પોષણ માસની ઊજવણી અંતર્ગત મિટિંગ યોજાઇ હતી

હિન્દ ન્યુઝ, દાહોદ     જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા પોષણ માસ ની મુખ્ય થીમ “આપણી આંગણવાડી આપણી જવાબદારી”થીમ આધારિત ૫ થીમ.1.પુરતું પ્રોટીન 2.ગરમ ભોજન.3.સમુદાય ભાગીદારી.4.પા.પા.પગલી 5.માતાનું આરોગ્ય અને સુરક્ષિત ભવિષ્ય.પર વિગતવાર ચર્ચા કરવામાં આવી. અને પોષણ શપથ લેવામાં આવ્યા હતા.સુપોષણ સંકલ્પ ગામ માટે ગ્રામ પંચાયત+ICDS+અને આરોગ્ય વિભાગ સાથે સામુહિક અભિયાન દ્વારા પોષણ માસ ની ઊજવણી ની વિવિધ પ્રવૃતિઓ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ નિમિતે વાનગી હરીફાઈનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પોષણ અંગે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડો સુધીર જોશી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. THR અને મિલેટ્સનો ઉપયોગ કરવાના ફાયદાઓ જણાવવામાં…

Read More

વડોદરામાં ૭૯ સ્ટોલ સાથે ‘માટી મૂર્તિ મેળો’: ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાનની પર્યાવરણમૈત્રી પહેલ

હિન્દ ન્યુઝ, વડોદરા     ગણેશોત્સવ દરમિયાન પર્યાવરણને નુકસાન ન થાય અને પરંપરાગત માટીની મૂર્તિઓને પ્રોત્સાહન મળે તે હેતુથી ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામ્ય ટેકનોલોજી સંસ્થા દ્વારા વડોદરામાં માટી મૂર્તિ મેળો-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં વિવિધ સ્થળોના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલી પર્યાવરણમૈત્રી માટીની ગણેશ મૂર્તિઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. વડોદરાના સાયાજીગંજ ખાતે હોટલ સૂર્યા પેલેસની સામે આવેલા પારસી અગિયારી મેદાનમાં યોજાયેલા આ મેળામાં કુલ ૭૯ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. મેળામાં ખાસ કરીને વડોદરા સહિત ગ્રામ્ય વિસ્તારોની મહિલા કારીગરો દ્વારા તૈયાર કરાયેલી માટીની ગણેશ મૂર્તિઓ આકર્ષણનું કેન્દ્ર…

Read More

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કરી પાટણ જિલ્લાની મુલાકાત

હિન્દ ન્યુઝ, પાટણ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહેમદપુરના ‘રામુ મોડલ ફાર્મ’ની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓનું કર્યું પ્રત્યક્ષ નિરીક્ષણ પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતીની પદ્ધતિ નહીં, ધરતી-પાણી-પર્યાવરણ બચાવવાનું મહાઅભિયાન છે: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ધરતીને જીવંત રાખવી હોય તો પ્રાકૃતિક ખેતી તરફ વળવું જ પડશે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પાટણના રાજપુર ગામે અનુસૂચિત જાતિ પરિવારની મુલાકાત લઈ સાધ્યો આત્મીય સંવાદ દલસુખભાઈ પરમારના ઘરે જમીન પર બેસી અલ્પાહાર કરી રાજ્યપાલએ સરળતા અને સાદગીના દર્શન કરાવ્યા સામાજિક સમરસતા, પ્રાકૃતિક ખેતી અને ગ્રામીણ આરોગ્ય અંગે ગ્રામજનોને પૂરું પાડ્યું પ્રેરણાદાયી માર્ગદર્શન પાટણ સ્થિત ખેતીવાડી…

Read More

સંવેદનશીલ નેતૃત્વ, ઝડપી કાર્યવાહી!

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ નેપાળમાં પૂર બાદ સંપર્કવિહોણા થયેલા ગુજરાતના વતનીઓ અને બિન-નિવાસી ગુજરાતીઓ (NRG)ની શોધ અને ઓળખ માટે DNA સેમ્પલિંગ પ્રક્રિયા પૂર્ણતાના આરે; ગુમ થયેલા 30માંથી 29 વ્યક્તિઓના પરિવારજનોના DNA સેમ્પલ એકત્રિત; ગુજરાતમાં DNA પ્રોફાઇલિંગ માટે છ નિયુક્ત ફોરેન્સિક લેબોરેટરી; ન્યૂઝીલેન્ડ, અમેરિકા, કેનેડા અને આફ્રિકન દેશોમાં રહેતા પરિવારજનો માટે પણ પ્રક્રિયા હાથ ધરાઈ. 26 ઑગસ્ટ, 2026ના રોજ ભોટ કોશી નદી વિસ્તારમાં આવેલા પૂર દુર્ઘટનામાં ગુમ થયેલા લોકોના પરિવારજનોને સહાય પહોંચાડવા માટે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટર (SEOC), જિલ્લા વહીવટીતંત્ર અને નોન-રેસિડન્ટ ગુજરાતીઝ…

Read More

જામનગર જિલ્લામાં ‘આપણી આંગણવાડી આપણી જવાબદારી’ થીમ સાથે ૯મા ‘રાષ્ટ્રીય પોષણ માહ’નો શુભારંભ

હિન્દ ન્યુઝ, જામનગર     સમગ્ર રાજ્યની સાથે જામનગર જિલ્લામાં તા. ૦૯ સપ્ટેમ્બરથી તા. ૦૮ ઓક્ટોબર સુધી ૯મા ‘રાષ્ટ્રીય પોષણ માહ’ની ઉજવણી કરવામાં આવશે. જિલ્લામાં પોષણ સૂચકાંકોમાં સુધારો કરવા તથા પોષણ-કેન્દ્રિત સંવેદનશીલતા વધારવા માટે ‘આપણી આંગણવાડી આપણી જવાબદારી’ થીમ હેઠળ એક માસ સુધી વ્યાપક જન અભિયાન હાથ ધરવામાં આવશે. જેના સઘન અને સુચારૂ સંચાલન અર્થે જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશાના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લા કક્ષાના ૯મા રાષ્ટ્રીય પોષણ માહનો વિધિવત શુભારંભ કરાવી વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ સાથે સંકલન સાધીને નક્કી…

Read More

આહવા તાલુકાના વિવિધ ગામોમાં આધાર કીટ માટે કેમ્પનું આયોજન

હિન્દ ન્યુઝ, આહવા ગ્રામ્યકક્ષાએ નાગરિકોને આધાર સંબંધિત સેવાઓ સરળતાથી મળી રહે તે માટે ચાર સ્થળોએ આધાર કેમ્પ યોજાશે નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ અને જનકલ્યાણકારી યોજનાઓનો લાભ સરળતાથી, પારદર્શક રીતે અને ઘર નજીક મળી રહે તે હેતુથી ‘સેવાસેતુ 2.1 (ગ્રામ્ય)’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ સરકારી સેવાઓ સાથે આધારકાર્ડ સંબંધિત સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ડાંગ જિલ્લાના આહવા તાલુકાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં નાગરિકોને આધાર સંબંધિત સેવાઓ તેમના નજીકના સ્થળે સરળતાથી ઉપલબ્ધ થઇ રહે તે હેતુસર આધાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ આધાર…

Read More

મહેસૂલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી અને બેઠક વ્યવસ્થા સુચારૂ બનાવવા અંગે મહત્વનો નિર્ણય

હિન્દ ન્યુઝ, ડાંગ     રાજ્યના નાગરિકોને મહેસૂલી સેવાઓ સરળતાથી, પારદર્શી રીતે અને સમયસર મળી રહે તે હેતુથી ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ મહેસૂલ વિભાગ દ્વારા તાજેતરમાં ૨,૩૮૯ જેટલા નવા મહેસૂલી તલાટીઓની નિમણૂક કરવામાં આવી છે, તેમજ તા.૧૭.૮.૨૦૨૬ ના ઠરાવથી મહેસૂલી તલાટી સંવર્ગનો નવો ‘જોબચાર્ટ’ પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.   આ નવી નિમણૂકો અને જોબચાર્ટ મુજબ તમામ મહેસૂલી તલાટીઓ પોતાના નિયત સેજા (વિસ્તાર) ખાતે વ્યવસ્થિત રીતે કામગીરી કરી શકે તે માટે રાજ્યના તમામ કલેક્ટરશ્રીઓએ તાત્કાલિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી કામગીરી શરૂ કરાવી છે. …

Read More

સુબીર તાલુકામાં મહેસૂલી તલાટીઓને સેજાની ફાળવણી કરાઈ

હિન્દ ન્યુઝ, સુબીર  ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં મહેસૂલી વહીવટને વધુ સુવ્યવસ્થિત અને અસરકારક બનાવવા માટે મહેસૂલી તલાટીઓને વિવિધ સેજાઓની ફાળવણી કરવામાં આવી છે. આ ફાળવણી અંતર્ગત કુલ સાત મહેસૂલી તલાટીઓને સેજાવાર જવાબદારી સોંપવામાં આવી છે. સંબંધિત મહેસૂલી તલાટીઓ નિર્ધારિત કામકાજના દિવસે પોતાની સેજામાં ઉપસ્થિત રહી ગ્રામજનોને મહેસૂલી સેવાઓ પૂરી પાડશે. હુકમ મુજબ અંકિત એસ. દેશમુખને કેશબંધ, કાકશાળા અને ગાંવદહાડ સેજાની જવાબદારી સોંપવામાં આવી છે. કેશબંધ સેજામાં આવતાં કેશબંધ, જામાલા, ટિમ્બરથવા, બિલીઆંબા ગામોમાં સોમવારના રોજ ફરજ બજાવશે. કાકશાળા સેજામાં આવતાં કાકશાળા અને નિશાણા મંગળવારના રોજ ફરજ બજાવશે. ગાવદહાડ સેજામાં ગાવદહાડ, ગીરમાળ…

Read More

વઘઇ તાલુકામાં મહેસૂલી તલાટીઓને સેજાની ફાળવણી

હિન્દ ન્યુઝ, વઘઇ     ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં મહેસૂલી વહીવટને વધુ સુવ્યવસ્થિત, અસરકારક અને ગ્રામ્યકક્ષાએ વધુ સુલભ બનાવવા માટે મહેસૂલી તલાટીઓને વિવિધ સેજાઓની ફાળવણી કરવામાં આવી છે. આ ફાળવણી અંતર્ગત કુલ ૧૦ મહેસૂલી તલાટીઓને અલગ-અલગ સેજાની જવાબદારી સોંપવામાં આવી છે. સંબંધિત મહેસૂલી તલાટીઓ નિયત કામકાજના દિવસે પોતાની સેજામાં ઉપસ્થિત રહી ગ્રામજનોને જરૂરી મહેસૂલી સેવાઓ ઉપલબ્ધ કરાવશે. હુકમ મુજબ નિમા વિષ્ણુભાઈ પટેલને ભેંડમાળ અને દગડીઆંબા સેજાની જવાબદારી સોંપવામાં આવી છે. ભેંડમાળ સેજા હેઠળ ભેંડમાળ, આમસરવળન, વાધમાળ, લવાર્યા અને મોટીદાબદર ગામોનો સમાવેશ થાય છે, જ્યાં સોમવારના રોજ મહેસૂલી કામગીરી કરવામાં આવશે. જ્યારે…

Read More

આહવા તાલુકામાં મહેસૂલી તલાટીઓને સેજાની ફાળવણી

હિન્દ ન્યુઝ, આહવા      ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં મહેસૂલી વહીવટને વધુ સુવ્યવસ્થિત, અસરકારક અને ગ્રામ્યકક્ષાએ સરળ બનાવવા માટે મહેસૂલી તલાટીઓને વિવિધ સેજા તથા ચાર્જ સેજાની જવાબદારી સોંપવામાં આવી છે. હુકમ મુજબ સંબંધિત મહેસૂલી તલાટીઓ નિર્ધારિત દિવસોએ પોતાની સેજામાં ઉપસ્થિત રહી ગ્રામજનોને મહેસૂલી સેવાઓ પૂરી પાડશે. આ વ્યવસ્થાના પરિણામે ગામડાના નાગરિકોને મહેસૂલી કામગીરી માટે તાલુકા મથકે વારંવાર આવવાની જરૂરિયાત ઘટશે અને સ્થાનિક સ્તરે સેવાઓ વધુ સરળતાથી ઉપલબ્ધ બનશે. હુકમ મુજબ કૌશિકકુમાર ભરતલાલ માહલાને આહવા સેજા તથા દિવાનટેમ્બૂન (ચાર્જ) જવાબદારી સોંપવામાં આવી છે. આહવા સેજામાં આહવા ગામે સોમવાર તથા શુક્રવારના રોજ,…

Read More