હિન્દ ન્યુઝ, સુરત હવામાન વિભાગની આગામી બે દિવસમાં ભારે વરસાદની આગાહી અને દરિયાની પ્રતિકૂળ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી ૨ દિવસ ડુમ્મસ બીચ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ સંદર્ભે સહાયક મત્સ્યોદ્યોગ નિયામક શ્રી પી. એચ. કોટડિયા તેમજ સ્થાનિક પ્રશાસન દ્વારા તમામ નાગરિકો, પ્રવાસીઓ અને માછીમારોને આગામી ૨ દિવસ દરમિયાન સુરતના પ્રખ્યાત ડુમ્મસ બીચ પર ન જવા માટે કડક એડવાઇઝરી જારી કરવામાં આવી છે. કોટડિયાએ જણાવ્યું હતું કે, આગામી બે દિવસ દરમિયાન દરિયામાં ભારે કરંટ સાથે ઊંચા મોજાં ઉછળવાની…
Read MoreMonth: July 2026
જામનવિહીર ગામની મુલાકાત લઇ ડાંગ કલેક્ટરશ્રીએ લોકો સાથે સાધ્યો સીધો સંવાદ
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લાના વહીવટી તંત્રને વધુ ગતિશીલ, પારદર્શી અને લોકાભિમુખ બનાવવાના હેતુસર, તાજેતરમાં જિલ્લા કલેક્ટર શ્રી એન.ડી.પરમારે આહવા તાલુકાના જામનવિહીર ગામની મુલાકાત લઇ ગામ લોકો સાથે સીધો સંવાદ સાધી પ્રજાજનોની રજૂઆતો, પ્રશ્નોના મૂળમાં ઉતારવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. દરમિયાન ગ્રામજનો દ્વારા ગામમાં આવેલા HT, TC ના પોલના ઉપરના ભાગે તિરાડ પડી હોવા સાથે 11 કે.વી.વીજ લાઇન મોટા વૃક્ષોના ઝૂંડમાંથી પસાર થતી હોવાને કારણે ભવિષ્યમાં વૃક્ષ પડવાનાં સંજોગોમાં વીજ પોલ, TC તથા વીજ પુરવઠાને નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. ગ્રામજનોની રજુઆતને કારણે ધ્યાન પર આવેલી આ સમસ્યાના…
Read Moreપ્રાથમિક/માધ્યમિક શાળા શિક્ષકના દ્રઢ સંકલ્પે ઘડી ગુજરાત રાજ્યની રગ્બી રમત ટીમની વાઇસ કેપ્ટન
હિન્દ ન્યુઝ, દાહોદ “દરેક બાળકમાં એક અનોખી પ્રતિભા છુપાયેલી હોય છે. જરૂર હોય છે તો માત્ર તેને ઓળખનારા, પ્રોત્સાહન આપનારા અને યોગ્ય દિશા બતાવનારા શિક્ષકની.” દાહોદ જિલ્લાના એક નાનકડા ગામમાંથી શરૂ થયેલી આ સફર એ વાતને સાબિત કરે છે કે, શિક્ષકનો એક દ્રઢ સંકલ્પ અને વિદ્યાર્થીની મહેનત મળીને અશક્ય લાગતું સ્વપ્ન પણ સાકાર કરી શકે છે. હા, અહી વાત છે દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મધ્યપ્રદેશની સરહદે આવેલા અંતરિયાળ એવા આગાવાડા ગામની હવેલી ફળિયા, વર્ગ પ્રાથમિક શાળામાં ધોરણ-૬ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કટારા મનીષાની. સતત આઠ થી દસ દિવસ સુધી શાળાએ…
Read Moreપ્રભારી મંત્રી રીવાબા જાડેજા બોટાદ જિલ્લાની બે દિવસીય મુલાકાતે
હિન્દ ન્યુઝ, બોટાદના પ્રભારી મંત્રી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને નગર સેવા સદન ખાતે “સમરસ વિદ્યા સેતુ” કાર્યક્રમ યોજાયો જિલ્લામાં કુલ ૪૯૦૨ વિદ્યાર્થીઓને શાળામાં પુનઃપ્રવેશ અપાયો: પુનઃપ્રવેશ માટે મહેનત કરનાર શિક્ષકશ્રીઓનું સન્માન કરાયું
Read Moreજોડિયા તાલુકાના હડિયાણા ખાતે બાગાયતી યોજનાઓ અને પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂત માર્ગદર્શન શિબિર યોજાઈ
હિન્દ ન્યુઝ, જોડિયા જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામે બાગાયત ક્ષેત્ર સાથે સંકળાયેલા ખેડૂતો માટે બાગાયતી ખાતાની યોજનાઓ અને પ્રાકૃતિક ખેતીના વ્યાપક પ્રચાર-પ્રસાર અર્થે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં વિસ્તારના ૧૦૦થી વધુ બાગાયતી ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.જેમાં ખેડૂતોને બાગાયતી પાકોના આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉત્પાદન, પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ, ગુણવત્તા સુધારણા તથા મૂલ્યવર્ધન દ્વારા ખેતીમાંથી વધુ આવક મેળવવા અંગે માર્ગદર્શિત કરાયા હતા. આ પ્રસંગે કે.વી.કે. જામનગરના સીનિયર સાયન્ટિસ્ટ અને હેડ ડૉ. કે. પી. બારૈયા, મદદનીશ બાગાયત નિયામક ડૉ. વી. એ. સુરેલા તથા બાગાયત અધિકારી વાય. એ.…
Read Moreજામનગર ખાતે PC & PNDT એક્ટ અન્વયે જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લામાં ‘પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ’ ના ચુસ્ત અને અસરકારક અમલીકરણ તેમજ નિયમિત દેખરેખ માટે જિલ્લા પંચાયત, જામનગર ખાતે ‘જિલ્લા સલાહકાર સમિતિ’ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં ભૃણ હત્યા જેવી સામાજિક બદીને અટકાવવા અને સંબંધિત કાયદાકીય જોગવાઈઓ અન્વયે વહીવટી પ્રક્રિયાઓને વધુ વેગવંતી બનાવવા ચિંતન કરાયું હતું.બેઠકની શરૂઆતમાં અગાઉની મીટિંગના અહેવાલનું વાંચન કરવામાં આવ્યું હતું અને તેના પર લેવાયેલા પગલાંની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન લેવાયેલા મુખ્ય નિર્ણયોમાં સમિતિ સમક્ષ આવેલી વિવિધ અરજીઓ અન્વયે નિયમાનુસાર પાત્રતા ધરાવતા નવાં સોનોગ્રાફી ક્લિનિક્સ તેમજ સંબંધિત એજન્સીઓને…
Read Moreજામનગર બનશે વિશ્વની પરંપરાગત ચિકિત્સાનું વૈશ્વિક કેન્દ્ર, WHOના GTMCનું કાર્ય પૂરજોશમાં
હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીશ્રી અને જામનગર જિલ્લાના પ્રભારીમંત્રી અર્જૂનભાઈ મોઢવાડિયાએ જિલ્લાના પ્રવાસ દરમિયાન જામનગરના ગોરધનપર નજીક નિર્માણાધીન વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર (GTMC)ની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી. વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા નિર્માણ પામી રહેલું GTMC વિશ્વનું એકમાત્ર આઉટપોસ્ટ સ્ટેશન છે, જ્યાં સમગ્ર વિશ્વમાં પ્રચલિત ૧૦૦થી વધુ પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના સંશોધન અને અભ્યાસનું કાર્ય હાથ ધરવામાં આવશે. ભારત સરકારના આયુષ મંત્રાલયના અનુમોદન સાથે ITRA, જામનગરના સહયોગથી આ મહત્ત્વાકાંક્ષી કેન્દ્રનું નિર્માણ કાર્ય પ્રગતિમાં છે. આશરે ૨૦ એકર વિસ્તારમાં વિકસાવવામાં આવી રહેલું…
Read Moreડાંગ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીના પગલે આવતીકાલે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: જિલ્લા કલેક્ટર એન.ડી. પરમાર
હિન્દ ન્યુઝ, ડાંગ ભારતીય હવામાન વિભાગ દ્વારા ડાંગ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે, તા. ૩૦ જુલાઈના રોજ બપોર બાદ ઓરેન્જ એલર્ટ તથા આવતીકાલે, તા. ૩૧ જુલાઈના રોજ રેડ એલર્ટ જાહેર કરાયું છે, જેના કારણે પવન સાથે અતિભારે વરસાદ વરસવાની પૂરેપૂરી સંભાવના છે. પૂર્વતૈયારીના ભાગરૂપે તેમજ વરસાદની આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ અને નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખી ડાંગ જિલ્લા કલેક્ટર એન.ડી. પરમાર દ્વારા જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આવતીકાલે શૈક્ષણિક કાર્ય બંધ રાખી રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીના પગલે…
Read Moreગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને એ.ટી.વી.ટી કાર્યવાહક સમિતિની બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લાના આહવા ખાતે પ્રાંત કચેરી ખાતે આજરોજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને એ.ટી.વી.ટી કાર્યવાહક સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં આહવા, વઘઇ અને સુબીર તાલુકામાં એ.ટી.વી.ટી યોજના હેઠળ ચાલતાં કામોની મંજૂરી આપવામાં આવી હતી. જેમાં આહવા તાલુકામાં શેડના કામો, R.O પ્લાન્ટના કામો, એલ.ઇ.ડી.લાઇટના કામો, મોબાઇલ ટોઇલેટ યુનિટ, સી.સી. રસ્તાના કામો, નાળાના કામો. મીની પાઇપ લાઇનના કામો જે કુલ રૂ. ૨૫૦ લાખ, અને વઘઇ તાલુકાના સી.સી. રસ્તાના કામો, પેવર બ્લોક, કમ્પાઉન્ડ વોલ, એલ.ઇ.ડી લાઇટના કામો, મોબાઇલ ટોઇલેટ યનિટ, નાળાનું કામ, આર.ઓ. પ્લાન્ટ,…
Read Moreઆહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી વિણાબેન ગાંગુર્ડેના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, આહવા ડાંગ જિલ્લા ના આહવા ખાતે આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી વિણાબેન ગાંગુર્ડેના અધ્યક્ષ સ્થાને આજરોજ આહવા તાલુકા પંચાયતના સામાન્ય સભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. આહવા ખાતે યોજાયેલ આ બેઠકમાં તાલુકા કક્ષાના ૧૬ માં નાણાપંચનું આયોજન કરવા, તમામ યોજનાના કામોની મુદ્દત વધારવા, ૧૫ માં નાણાંપંચના કામોની ફેરબદલી કરવાં, અગત્યના પરિપત્રો/ઠરાવો વગેરે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં આહવા તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ ભૂપેશભાઈ પવાર સહિતના તમામ તાલુકા સદસ્યો તેમજ આહવા તાલુકા…
Read More