શાળાઓ અને વિદ્યાર્થીઓને સંસ્કાર, સંવાદ અને સંસ્કૃતિ સાથે જોડવાનું સશક્ત માધ્યમ તૈયાર

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાના વરદ્હસ્તે સંસ્કૃત કક્ષની યોજનાનું લોકાર્પણ; સરળ માનક સંસ્કૃત, આનંદદાયક તથા ક્રિયા આધારિત અધ્યયન પદ્ધતિ, શ્લોક, સંવાદ, નાટ્ય, વિવિધ પ્રવૃત્તિઓ, લઘુ પુસ્તકાલય તથા આધુનિક ડિજિટલ સામગ્રી દ્વારા સંપૂર્ણ સંસ્કૃતમય શૈક્ષણિક વાતાવરણનું સંસ્કૃત કક્ષમાં કરાશે નિર્માણ. સંસ્કૃત કક્ષ તથા અન્ય યોજનાઓમાં જોડાવવા ઇચ્છુક સંસ્થાઓએ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની વેબસાઇટ પર ઉપલબ્ધ માર્ગદર્શિકા અનુસાર નિયત અરજી ફોર્મ ભરીને નોંધણી કરાવવાની રહેશે, વધુ માહિતી માટે https://grsb.gujarat.gov.in ની મુલાકાત લેવા અનુરોધ.

Read More

છોટાઉદેપુર ખાતે CRP અને કૃષિ સખીની એક દિવસીય તાલીમ યોજાઈ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર      ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ખેડૂત તાલીમ કેન્દ્ર છોટાઉદેપુર ખાતે CRP અને કૃષિ સખીઓ માટે એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.      આ તાલીમમાં NMNF, GPKVB અને ATMA હેઠળ આવતી યોજનાઓ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. નવા ખેડૂતો જોડવા માટે વૈજ્ઞાનિક અને અસરકારક પદ્ધતિઑ, રસાયણિક ખેતીની સમસ્યાઓ અને પ્રાકૃતિક ખેતીના લાભોની સમજૂતી આપવામાં આવી હતી. ગામ સ્તરે ખેડૂત મીટિંગ કેવી રીતે અસરકારક રીતે ગોઠવવી તેની પ્રાયોગિક સમજ ફિલ્ડમાં આવતી વાસ્તવિક મુશ્કેલીઓની ચર્ચા તેમજ પ્રાકૃતિક કૃષિ માટે કૃષિ યુનિ.ની ભલામણો,     ખેતરની…

Read More

કતારગામમાં રત્નમાલા અને ગજેરા જંક્શનને જોડતા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ

હિન્દ ન્યુઝ, કતારગામ      સુરત મહાનગરપાલિકા દ્વારા કતારગામમાં નિર્માણ પામેલા રત્નમાલા જંક્શન અને ગજેરા જંક્શનને જોડતા એક તરફના ટુ-લેનના ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું.            મેયર દક્ષેશ કિશોરભાઈ માવાણી, રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, ધારાસભ્ય વિનોદભાઈ મોરડિયા વિશેષ ઉપસ્થિતિમાં કતારગામના રત્નમાલા અને ગજેરા જંક્શન પર ઈ.પી.સી. (EPC- Engineering, Procurement & Construction) પદ્ધતિથી તૈયાર કરવામાં આવેલા આ ૪-લેન ફ્લાયઓવર બ્રિજના કાંસાનગરથી અમરોલી તરફ જતા એક તરફના ૨-લેન બ્રિજને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.      

Read More

બારડોલી ખાતે અગાસી માતાના સ્વપ્ન મંદિરના સુવર્ણ જયંતિ મહોત્સવ પ્રસંગે ENT સુપરસ્પેશ્યાલિટી હોસ્પિટલનું ભવ્ય લોકાર્પણ કરાયું

હિન્દ ન્યુઝ, બારડોલી     બારડોલી સ્થિત આસ્થાધામ અગાસી માતા ન્યાય મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરના સુવર્ણ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જનસેવાર્થે નવનિર્મિત ધનુબા બાલુદાસ E.N.T (કાન-નાક-ગળા) સુપરસ્પેશ્યાલિટી હોસ્પિટલનું લોકાર્પણ સામાજિક ન્યાય અધિકારિતા અને શિક્ષણ રાજ્યમંત્રી ડૉ.પ્રદ્યુમન વાજાની ગરિમામય ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું.               આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, અગાસી માતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉત્તમ આરોગ્ય અને માનવ સેવાની યાત્રા અવિરત રહે તેવી પ્રાર્થના કરી છે. આપણી ગુજરાત સરકાર પણ રાજ્યના દરેક નાગરિકના સ્વાસ્થ્ય માટે…

Read More

સુરત શહેરના અડાજણના શીટ નં.૬૦, ૬૫,૬૬, ૭૦ના રેકર્ડનું જમીન મહેસુલ હેઠળ પ્રમોલગેશન કરવામાં આવનાર છેઃ આ રેકર્ડ જાહેર જનતા માટે ખુલ્લું મૂકાયું છે

હિન્દ ન્યુઝ, સુરત     સુરત શહેરના અડાજણમાં સિટી સર્વે દાખલ કરવા માટે મળેલી મંજૂરી અનુસાર ઈન્કવાયરી અધિકારી-અડાજણ-૧ ની કચેરીના શીટ નં.૬૦, ૬૫, ૬૬, ૭૦ નું પાર્ટ રેકર્ડ તૈયાર કરીને તા.૧૦/૦૨/૨૦૨૬ના રોજ ગુજરાત જમીન મહેસુલ નિયમો મુજબ પ્રમાણિત કરવામાં આવનાર છે. તૈયાર થયેલા અડાજણના રેકર્ડને ઈન્કવાયરી અધિકારી,અડાજણ-૧ની કચેરીમાં ખુલ્લું મુકવામાં આવ્યું છે, જેથી આ પ્રોપર્ટી કાર્ડ, રેકર્ડ, નકશા સામે જો કોઈને વાંધો હોય તો તા.૧૦/૦૨/૨૦૨૬ સુધીમાં ઈન્કવાયરી અધિકારી-અડાજણ-૧ની કચેરી, સી બ્લોક, છઠ્ઠો માળ, બહુમાળી ભવન કેમ્પસ, નાનપુરા ખાતે લેખિતમાં રજૂ કરવા નાયબ નિયામક જમીન દફતરની યાદીમાં જણાવાયું છે.

Read More

૨૬મી જાન્યુઆરી – ૭૭માં ‘પ્રજાસત્તાક પર્વ’ની ઉજવણી

હિન્દ ન્યુઝ, દાહોદ       ભારતના ૭૭માં ‘પ્રજાસત્તાક પર્વ’ની ઉજવણી – જિલ્લાકક્ષાનો કાર્યક્રમ વન અને પર્યાવરણ પરિવર્તન આબોહવા વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના અધ્યક્ષ સ્થાને ગોવિંદગુરુ તાલુકાના કારઠ મુકામે યોજાનાર છે. આજરોજ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે એ ‘પ્રજાસત્તાક પર્વ’ની ઉજવણી પૂર્વે આખરી તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. ‘પ્રજાસત્તાક પર્વ’ની ઉજવણી પૂર્વે પ્રોટોકોલ મુજબ સમગ્ર કાર્યક્રમનું ક્રમશ: રિહર્સલ યોજાયું હતું. રિહર્સલના ભાગરૂપે જિલ્લા કલેક્ટર એ પરેડ નિરીક્ષણ કર્યું હતું. સાથે પોલીસ જવાનોની માર્ચ પાસ્ટ પણ યોજાઈ હતી. ઉપરાંત દેશભક્તિ-શૌર્ય-સંસ્કૃતિને પ્રદર્શિત કરતી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય…

Read More

લવ જેહાદ માં ફસાયેલી હિન્દુ યુવતીને ‘હિન્દ રક્ષક સંઘ’ દ્વારા કરાઈ ઘરવાપસી

હિન્દ ન્યુઝ, રાજકોટ ‘હિન્દ રક્ષક સંઘ’ ની મહેનત રંગ લાવી લવ જેહાદ માં ફસાયેલી હિન્દુ યુવતીને ‘હિન્દ રક્ષક સંઘ’ દ્વારા ઘરવાપસી કરાવવામાં આવી        રાજકોટ ખાતે એક મહિના પહેલા હિન્દુ યુવતીને વિધર્મી યુવક ભગાડી ગયો હતો. આ લવ જેહાદ કિસ્સાને અતિ ગંભીરતા પૂર્વક લઈ ‘હિન્દ રક્ષક સંઘ’ ના સંસ્થાપક – અધ્યક્ષા ડૉ.સીમાબેન પટેલ દ્વારા પોલીસનો સંપર્ક કરી યોગ્ય કાર્યવાહી કરાવડાવતા હિન્દુ સમાજની દીકરીની ઘર વાપસી થવા પામી હતી. ‘હિન્દ રક્ષક સંઘ’ના સંસ્થાપક અધ્યક્ષા ડૉ. સીમાબેન પટેલનાઓ દ્વારા રાત દિવસ એક કરી કાયદાકીય રીતે મહા મહેનતે હિન્દુ યુવતી ની…

Read More

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન હેઠળ તા.૨૦ ફેબ્રુ. સુધી સુરતના વિવિધ ૧૬ સ્થળોએ કેમ્પ યોજાશે

હિન્દ ન્યુઝ, સુરત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યવ્યાપી મેદસ્વિતા શિબિરનો સુરત જિલ્લામાં ત્રીજો રાઉન્ડ યોજાશે. તા.૨૦ જાન્યુ.થી શરૂ થયેલ આ તબક્કામાં તા.૨૦ ફેબ્રુઆરી સુધી સુરતમાં ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો હાથ ધરાશે. ઝોન કોર્ડીનેટર ડો.પારૂલ પટેલના માર્ગદર્શન હેઠળ સુરતમાં એક મહિના માટે ૧૬ સ્થળોએ કેમ્પ યોજાશે. આ અંગે રજીસ્ટ્રેશન તથા વધુ માહિતી માટે ઝોન કો-ઓર્ડીનેટર (9428454604)નો સંપર્ક કરવા યોગ બોર્ડની યાદીમાં જણાવાયું છે.

Read More

સુરત જિલ્લામાં તા.૨૧ જાન્યુઆરી સુધી અતિ ગંભીર કુપોષિત બાળકોના સમુદાય આધારિત પોષણ વ્યવસ્થાપન કાર્યક્રમ-CMAM હેઠળ ભૂલકાઓનું સ્ક્રિનીંગ કરાશે

હિન્દ ન્યુઝ, સુરત      સુરત જિલ્લા પંચાયતના ICDS વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં તા.૧૭ થી ૨૧ જાન્યુઆરી સુધી CMAM(અતિ ગંભીર કુપોષિત બાળકોના સમુદાય આધારીત પોષણ વ્યવસ્થાપન) કાર્યક્રમ ચાલી રહ્યો છે. જે અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના માર્ગદર્શન હેઠળ જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રોમાં નોંધાયેલા બાળકોનું વ્યાપક સ્ક્રિનીંગ કરવામાં આવી રહ્યું છે.         સ્ક્રીનિંગ દરમ્યાન સુરત જિલ્લામાં ગંભીર કુપોષિત બાળકો તેમજ અતિ ઓછા વજનવાળા બાળકોની ઓળખ કરાશે. અને શારીરિક સંબંધિત જટિલતાઓ(Medical Complications)નો સામનો કરી રહેલા બાળકોને આરોગ્ય વિભાગ દ્વારા CMTC તથા NRC કેન્દ્રોમાં દાખલ કરી તેઓને યોગ્ય સારવાર,…

Read More

સુરતના અનાથ બે બાળકોને મળ્યો પરિવાર: જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધીના હસ્તે અપાયો પ્રી-અડોપ્શન ફોસ્ટર કેર ઓર્ડર

હિન્દ ન્યુઝ, સુરત      જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધીના હસ્તે અનાથ સુરતના બે બાળકોને મહારાષ્ટ્ર રાજ્યના બે દંપતિઓ સોંપી પ્રી-એડોપ્શન ફોસ્ટર કેર ઓર્ડર આપવામાં આવ્યો છે. જિલ્લા કલેકટરએ દત્તક ઇચ્છુક દંપતીને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.             જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એલ.બી.પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર સંચાલિત કતારગામ સ્થિત વિશિષ્ટ દત્તક સંસ્થામાં આશ્રય મેળવી રહેલા ૨ બાળકોને મુંબઈમાં વસતાં બે દંપતિઓને દત્તકપૂર્વના ઉછેર માટે સોંપવામાં આવ્યાં છે.              આ પ્રસંગે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિજયભાઈ પરમારે આનંદ વ્યક્ત કરતાં…

Read More