હિન્દ ન્યુઝ, જામનગર પ્રભારી મંત્રી અને રાજ્યના પ્રવાસનમંત્રી મુળુભાઇ બેરાના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં પીએમશ્રી લાલપુર કન્યાશાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પ્રાસંગિક ઉદ્બોધન આપતા મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવએ માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં પરંતુ સમાજ માટે એક ઉત્સવ સમાન છે. શાળા ખુલ્યા બાદ ત્રણ દિવસ સુધી રાજ્યની તમામ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. મુખ્યમંત્રી સહિતનું મંત્રીગણ તેમજ અધિકારીઓ ગામડે ગામડે જઈને શાળામાં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવી શાળામાં સ્વાગત કરી…
Read MoreCategory: Education
કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં ધ્રોલ વાડી શાળા અને ધ્રોલ પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ
આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોધ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ધ્રોલ વાડી શાળાનં.1 તથા ધ્રોલ પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જ્ઞાનસેતુ, જ્ઞાન સાધના તથા નમો સરસ્વતી, નમો લક્ષ્મી જેવી યોજનાઓ થકી તેજસ્વી વિદ્યાર્થીઓને તથા પાત્રતા ધરાવતા…
Read Moreકેબિનેટમંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં વાવડી, નેસડા અને હડિયાણા ખાતે “શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ”ની ઉજવણી કરાઇ
કેબિનેટમંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં વાવડી, નેસડા અને હડિયાણા ખાતે “શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ”ની ઉજવણી કરા હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લાની વાવડી પ્રાથમિક શાળા, નેસડા પ્રાથમિક શાળા, હડિયાણા કન્યા શાળા અને હડિયાણા તાલુકા શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દાયકા પહેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરાવી હતી. શિક્ષણ…
Read Moreઈશ્વરિયા ગામમાં અષાઢી બીજનાં શુકનવંતા પર્વે બાળકોનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર ઈશ્વરિયા ગામમાં અષાઢી બીજનાં શુકનવંતા પર્વે બાળકોએ શાળા પ્રવેશ મેળવ્યો હતો. અધિકારીઓ અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો. સરકાર દ્વારા રાજ્યમાં કેળવણી હેતુ થતાં આયોજનો અંતર્ગત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામે થયું હતું, જેમાં અધિકારીઓ અને અગ્રણીઓ સાથે આંગણવાડી, પ્રાથમિક શાળા અને સરકારી માધ્યમિક શાળા પરિવાર જોડાયો હતો. સિહોર તાલુકા સંકલિત બાળવિકાસ યોજના કચેરીનાં ફરજ પરનાં અધિકારી હેમાબેન દવેએ બાળકો માટે વાલીઓએ સજાગ બની આંગણવાડી અને શાળા સાથે સંપર્ક વધારવા ભાર મૂક્યો હતો. સંકલન અધિકારી…
Read Moreબાળકોને કુમ કુમ તિલક કરીને શાળા પ્રવેશોત્સવ કરાવતા જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ
શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ હિન્દ ન્યુઝ, ભાવનગર સમગ્ર ગુજરાતમાં પ્રારંભ થયેલ શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે ભાવનગરની કમળેજ પ્રાથમિક શાળા ખાતે આંગણવાડી અને બાલવાટીકાના બાળકોનો જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષ સ્થાને તેમજ ગાંધીનગરથી જી.સી.ઈ.આર.ટી.ના પ્રોજેક્ટ ઓફિસર ડૉ. અવનીબા મોરીની વિશેષ ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. જિલ્લા કલેકટર તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ આંગણવાડી અને બાલવાટીકાના બાળકોને કુમકુમ તિલક કરીને તેમજ ચોકલેટથી મોં મીઠું કરાવીને શૈક્ષણિક કીટ આપીને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો. કાર્યક્રમ દરમ્યાન એન.એમ.એમ.એસ., સી.ઇ.ટી., જ્ઞાનસાધના પરીક્ષામાં તેમજ શાળામાં શિક્ષણ અને વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં…
Read Moreશિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાની સહ્રદયતા
‘આ તો વ્હાલપનું છે, વ્હાલ ..’ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં ત્રિ દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રવેશોત્સવ દરમિયાન શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાની સહ્રદયતા અને ઋજુતા જોવા મળી હતી. જેમાં મંત્રીએ વિદ્યાર્થીઓ પ્રત્યે વ્હાલપ વરસાવી હતી પ્રવેશોત્સવના અંતિમ દિવસે મંત્રીએ ગીરગઢડા તાલુકાના ફરેડાની પી.એમ.શ્રી પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. જે દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ સાથે એક જ પાટલી પર બેસી સંવાદ કર્યો હતો. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ ‘સાદ કરે છે…. દિલ હરે છે….’ કાવ્ય યાદ કરી વિદ્યાર્થીઓ સાથે કઈ…
Read More“શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૫: ત્રીજો દિવસ”
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૫ના અંતિમ દિવસે શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ ફરેડા અને ગીરગઢડાની શાળાઓમાં બાળકોને હર્ષોલ્લાસથી શાળાપ્રવેશ કરાવ્યો હતો. મંત્રીના હસ્તે ફરેડા પ્રાથમિક શાળા અને ગીરગઢડા ખાતે અભિનવ વિદ્યામંદિરમાં આંગણવાડી અને બાલવાટીકામાં ભૂલકાઓને ચોકલેટ આપી મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. તો, ધો.૧ અને ધો.૯માં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી ઉમળકાભેર સ્વાગત કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. મંત્રીએ પોતાના પ્રેરક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં શિક્ષણ વિભાગ નવા સોપાનો સર કરી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા સુવિધાસભર માળખા સાથે શિક્ષણ…
Read Moreગુજરાત એનસીસી નિદેશાલયના વી.વી.નગર ગ્રુપના એનસીસી કેડેટ્સ અમરકંટક (મ.પ્ર.) ખાતે શ્રીનગર ગ્રુપના રાષ્ટ્રીય ટ્રેકિંગ કેમ્પમાં રોમાંચક સફરે
હિન્દ ન્યુઝ, આણંદ ગુજરાત એનસીસી નિદેશાલય, અમદાવાદ હેઠળના વીવીનગર ગ્રુપના ૧૦૨ એનસીસી કેડેટ્સ અને ૦૩ એસોસિએટ એનસીસી અધિકારીઓ હાલ મધ્ય પ્રદેશના અમરકંટક ખાતે યોજાનાર રાષ્ટ્રીય ટ્રેકિંગ કેમ્પ- ૨ માં ભાગ લઈ રહ્યા છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢ ડિરેકટોરેટ દ્વારા આયોજિત આ કેમ્પ સુંદર અને ચિંતામુક્ત પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે યોજાઈ રહ્યો છે. તા. ૦૯ મી જૂન થી શરૂ થયેલો આ એક અઠવાડિયાનો પ્રવાસ તા.૧૬ મી જૂન સુધી ચાલશે. કેડેટ્સની દૃઢ ઇચ્છાશક્તિ, શિસ્ત અને ઉત્સાહ સાથે ખડકાળ ટેકરીઓ અને મુશ્કેલ માર્ગોને પાર કરી રહ્યા છે અને તેમની સહનશક્તિ, નેતૃત્વ…
Read Moreતા.૨૬ જૂનથી તા.૨૮ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવશે
હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં તા.૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શાળા પ્રવેશોત્સવ અંગે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સર્વે જિલ્લાના અધિકારી-કર્મચારીઓને આપ્યું માર્ગદર્શન જિલ્લા કલેકટર ડો.રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના આયોજન અંગે બેઠક યોજાઈ સમગ્ર રાજ્યની સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ તા.૨૬ જૂનથી તા.૨૮ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવશે. જે અંતર્ગત આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તમામ જિલ્લાના અધિકારીઓ/ પદાધિકારીઓ સાથે શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ સંદર્ભે બ્રિફિંગ મીટીંગ યોજાઈ…
Read Moreશિક્ષણ એ બાળકનો જન્મસિદ્ધ અધિકાર, આવો બાળ મજૂરી અટકાવીએ
આજે વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ હિન્દ ન્યુઝ, ભુજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના મતે ‘‘શિક્ષણ એ બાળકનો જન્મસિદ્ધ અધિકાર છે’’ પરંતુ જ્યારે બાળક શાળાના વર્ગખંડના બદલે કારખાનાની ભઠ્ઠી કે કોઈ ચાની ટપરી ઉપર જોવા મળે ત્યારે તેનું ભવિષ્ય જોખમાય છે. સરકાર આ બાબતની ગંભીરતાને સમજીને બાળ મજૂરીની સમસ્યાને સમાપ્ત કરવા માટે અનેક પગલાં લઈ રહી છે. ભારતીય બંધારણની કલમ – ૨૩માં જોખમી ઉદ્યોગોમાં બાળકોને મજૂરી માટે રાખવા પર પ્રતિબંધ મૂકાયો છે. જે અંતર્ગત કચ્છ જિલ્લામાં બાળ મજૂરીના દૂષણને નાથવા માટે શ્રમ આયુક્તની કચેરી દ્વારા છેલ્લા એક વર્ષમાં ૩૫ રેડ…
Read More