હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કાળાસર ખાતે જળ સંપત્તિ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે નવીન પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લીલાપુરના પેટા આરોગ્ય કેન્દ્ર કાળાસરનુ બિલ્ડીંગ અંદાજે ૨૭ લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવશે. જેમાં જનરલ ઓ.પી.ડી. તથા ઇન્ડોરની બે બેડની સુવિધા સાથે ફિઝિયોથેરાપી, ડાયાબીટીસ, હ્રદયદય રોગ, બી.પી તેમજ કેન્સર રોગના નિદાન અને સારવાર તથા લેબોરેટરીની નો સમાવેશ કરાયો છે. આ કેન્દ્રથી કાળાસર ગામ સહિત આજુબાજુના ગઢડીયા જામ, ખડવાવડી વગેરે ગામોના આશરે ૧૦૦૦૦ થી વધારે…
Read MoreCategory: Health
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અંગદાન
હિન્દ ન્યુઝ, સુરત સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે ૬૧મું સફળ અંગદાન થયું હતું. સુરત શહેરના ભટાર, આઝાદનગરમાં રહેતા સસારે પરિવાર દ્વારા તેમના બ્રેઈનડેડ સ્વજન વિકાસભાઈની બે કિડનીનું અંગદાન થતા બે જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે. પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશના બુરહાનપુરના જૈનાબાદ સુખપુરીના વતની અને સુરતના ભટારના આઝાદનગરની મોટી ગલીમાં રહેતા ૨૯ વર્ષીય વિકાસભાઈ કાશીનાથ સસારેની ૧૫ દિવસ અગાઉ નાસ્તાની લારીવાળા સાથે ઝઘડો અને મારામારી થઇ હતી. જેમાં માથાના પાછળનાં ભાગે માર લાગવાથી ઇજા થઈ હતી. ગત તા.૦૫ જાન્યુ.ના રોજ સવારે પલંગ પરથી પડી ગયા હતાં, ત્યારબાદ લોહીની ઉલ્ટી થતા તત્કાલ…
Read More“ફિટ મીડિયા, ફિટ ઇન્ડિયા”
હિન્દ ન્યુઝ, અમદાવાદ માહિતી-પ્રસારણ વિભાગ દ્વરા સમગ્ર રાજ્યમાં પત્રકારો માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયા-રાજ્યના કુલ ૧,૫૩૨ પત્રકારોની સ્વાસ્થ્ય ચકાસણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “ફિટ મીડિયા, ફિટ ઇન્ડિયા” અભિયાન અંતર્ગત પત્રકારો માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનો અમદાવાદ ખાતેથી કરાવ્યો હતો શુભારંભ
Read Moreનર્મદા જિલ્લામાં પદાધિકારીઓ અને અધિકારીના હસ્તે પોલિયો રસીકરણ બૂથનું શુભારંભ કરી બાળકોને પોલીયોનાં બે ટીપાં પીવડાવવામાં આવ્યા
હિન્દ ન્યુઝ, નર્મદા રાજ્ય સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યની સાથે નર્મદા જિલ્લામાં તા. ૦૮ થી ૧૦ ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન “પોલિયો રસીકરણ અભિયાન”નો શુભારંભ કરવામાં આવ્યો છે. ત્યારે નર્મદાની ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી-આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં પ્રથમ દિવસે ૨૨૪ બુથ પર પોલિયોનાં ટીપાં પિવડાવવામાં આવ્યાં હતાં. “પોલિયો રસીકરણ અભિયાન” અંતર્ગત નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંગભાઈ તડવીના હસ્તે તિલકવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અને નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના હસ્તે રાજપીપલા નવા ફળિયા ગણેશ ચોક ખાતે, દેડિયાપાડા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના હસ્તે દેડિયાપાડા આંગણવાડી કેન્દ્ર બોગજ ખાતે જ્યારે મુખ્ય…
Read MorePC & PNDT એકટ અંતર્ગત જિલ્લા એડવાઈઝરી કમિટિની બેઠક મળી
હિન્દ ન્યુઝ, સુરત ગર્ભસ્થશિશુના જાતિ પરીક્ષણ અટકાવવા, સમાજમાં પુરૂષ અને સ્ત્રીનું પ્રમાણ સંતુલન જળવાય રહે તે હેતુથી સરકાર દ્વારા PC & PNDT એકટ-૧૯૯૪ અમલમાં છે, જે અન્વયે જિલ્લા પંચાયત ખાતે જિલ્લા એડવાઇઝરી કમિટિની બેઠક ડો.વીણાબેન દેસાઈના અધ્યક્ષસ્થાને મળી હતી. બેઠકમાં ૧૪ અરજીઓને બહાલી આપવામાં આવી હતી. PC & PNDT એકટ હેઠળ જમા થતી રજિસ્ટ્રેશન ફી ની નાણાકીય સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.અનિલ પટેલ, નવી સિવિલના બાળરોગ વિભાગના વડા અને પ્રોફેસર ડો.જિગીષા પાટડીયા, નવી સિવિલના માઈક્રોબાયોલોજી વિભાગના હેડ…
Read Moreત્રણ શિબિરમાં ત્રણસો સાધકોએ ડાયાબિટીસ થી દૂર રાખતી યોગ સાધનાનું મેળવ્યું પ્રશિક્ષણ, રાજ્ય યોગ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું આયોજન
હિન્દ ન્યુઝ, વડોદરા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.તેનો આશય યોગસાધના દ્વારા ડાયાબિટીસના રોગનું નિયમન અને વ્યાપ અટકાવવાનો છે.તેના ભાગરૂપે વડોદરા શહેરી વિસ્તારમાં બે અને પાદરામાં એક એમ ફૂલ ત્રણ યોગ શિબિરો યોજવામાં આવી હતી જેમાં ત્રણસો જેટલા સાધકોએ યોગાભ્યાસ દ્વારા રોગ નિયંત્રણ ની તાલીમ લીધી હતી.આ યોગ શિબિરની આજે પુર્ણાહુતી થઈ હતી. યોગ બોર્ડના વડોદરા સ્થિત કો ઓર્ડીનેટર મીનાક્ષી પરમાર અને સુનિલ પટેલની અધ્યક્ષતામાં યોગ શિબિર યોજાઈ હતી. ત્રણે સ્થળોએ રાજ્ય યીગ બોર્ડના યોગ કો ઓર્ડીનેટર અને…
Read Moreરાજકોટ ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન
હિન્દ ન્યુઝ, રાજકોટ પ્રધાનમંત્રી નરેદ્રભાઈ મોદીના ‘ફિટ ઈંડિયા – ફિટ મીડિયા’ વિઝન અંતર્ગત ચોથી જાગીર સ્વસ્થ રહી રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ આપે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. દેશવાસીઓના સ્વાસ્થ્ય માટે સતત ચિંતાશીલ પ્રધાનમંત્રી દ્વારા મીડિયાકર્મીઓ માટે હેલ્થ ચેકઅપ દ્વારા તેઓ ફિટ રહે અને કોઈ આરોગ્ય સંલગ્ન ઈશ્યુ જણાય તો સત્વરે સારવાર કરાવી શકાય તે દૂરંદેશીથી પત્રકાર ભાઈઓ બહેનો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં વિવિધ જિલ્લાઓમાં હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજકોટ ખાતે આજરોજ મીડિયા કર્મીઓ માટે રેડક્રોસના સહયોગથી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેમાં પ્રિન્ટ…
Read Moreરોટરી ક્લબ ઓફ છોટી કાશી જામનગરની સામાજીક સંસ્થા દ્રારા રવિવારના રોજ મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન
હિન્દ ન્યુઝ, જામનગર ગ્રામ્ય વિસ્તારમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને આરોગ્યની સેવા મળી રહે, તેમના સ્વાસ્થય અંગે માહિતી અને માર્ગદર્શન મળે તે હેતુથી રોટરી ક્લબ ઓફ છોટી કાશી જામનગરની સામાજીક સંસ્થા દ્રારા રવિવારના રોજ અલિયાબાડામાં આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં તેમના વિધાર્થીઓ માટે ખાસ મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં 222 વિધાર્થીઓએ વિવિધ નિષ્ણાંત તબીબોની સેવાનો લાભ લીધો હતો. રોટરી ક્લબ ઓફ છોટી કાશી જામનગર દ્વારા સેવાકીય અને સામાજીક પ્રવૃત્તિઓ થતી હોય છે. સંસ્થાના સભ્યો દ્રારા વિવિધ વિસ્તારમાં વિવિધ સામાજીક, સેવાકીય પ્રવૃત્તિઓ કરી લોકઉપયોગી થવાના પ્રયાસ થાય છે.…
Read Moreજામનગરની ૧૮૧અભયમ ટીમની સરાહનીય કામગીરી
હિન્દ ન્યુઝ, જામનગર એક જાગૃત નાગરિક દ્વારા રાત્રી દરમિયાન ૧૮૧ અભયમ હેલ્પલાઇન પર ફોન કરી જણાવવામાં આવ્યું હતું કે કોઈ અન્ય રાજ્યના મહિલા જામનગરમાં ભૂલા પડી ગયા છે અને તેમની સાથે લોકોએ વાતચીત કરતાં માત્ર તેમની પ્રાદેશિક ભાષા જ બોલે છે. આ અંગે ૧૮૧ અભયમની ટીમને જાણ થતા તુરંત જ ફરજ પરના કાઉન્સેલર શિલ્પાબેન રાઠોડ, મહીલા પોલીસ મમતાબેન આહુજા અને પાઇલોટ સુરજીતભાઈ વાઘેલા ઘટના સ્થળે દોડી ગયા હતાં. ૧૮૧ની ટીમે મહિલા સાથે મુલાકાત કરી તેણીને સાંત્વના આપી વિશ્વાસ માં લઈ, મહિલાનું કાઉન્સેલિંગ કરતાં તેઓ માત્ર તેલુગુ ભાષા બોલતાં,…
Read MoreAIMS રાજકોટ દ્વારા મોરબી જિલ્લામાં વાંકાનેર ખાતે પ્રથમ નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, મોરબી મોરબી જિલ્લામાં વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે AIMS – રાજકોટ દ્વારા નિઃશુલ્ક મેગા આરોગ્ય તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા તથા જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશનું આરોગ્ય માળખું સબળ બન્યું છે. તેમના પ્રોત્સાહનથી આપણે કોરોના જેવી મહામારી સામે લડી શક્યા અને દેશમાં કોરોનાની રસીનું પણ નિર્માણ થઈ શક્યું છે. દેશમાં ૨૧ AIMS નું નિર્માણ થઈ ચૂક્યું છે. આજે AIMS…
Read More