હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ઉદ્યોગકારો માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેનો લાભ જિલ્લાના ઉદ્યોગકારો મેળવી શકે છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની આવી જ કેટલીક યોજનાઓ જેવી કે, “આત્મનિર્ભર ગુજરાત સ્કિમ ફોર આસિસ્ટન્સ ટુ એમએસએમઇઝ-૨૦૨૨” અંતર્ગત આસિસ્ટન્સ ફોર ઇન્ટ્રરેસ્ટ સબસિડી, કેપિટલ સબસિડી તથા CGTMSE રિએમ્બર્સમેન્ટ, આસિસ્ટન્સ ફોર પાવર કનેક્શન ચાર્જીસ, આસિસ્ટન્સ ફોર ક્વોલિટી સર્ટિફિકેશન, ERP (એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ) આસિસ્ટન્સની યોજનાઓના મોડ્યૂલ IndextB / IFP ટીમ દ્વારા http://www.ifp.gujarat.gov.in પર લાઇવ કરવામાં આવેલ છે. આ યોજનાઓ અંતર્ગત ફક્ત ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે તેની નોંધ લેવા ગીર સોમનાથના જિલ્લા…
Read MoreCategory: Politics
NEET-૨૦૨૪ ની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ
હિન્દ ન્યુઝ, ભાવનગર રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા National Eligibility cum Entrance Test (UG)-2024 ની લેખીત પરીક્ષા ભાવનગર જિલ્લામાં આગામી તા.૦૫/૦૫/૨૦૨૪ ના રોજ યોજાનાર છે. ઉપરોક્ત પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુનાં વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પરીક્ષાનાં દિવસો દરમિયાન જે તે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સમય દરમિયાન જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પડવામાં આવેલ છે. જેમાં જણાવ્યા અનુસાર પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાનાં સમય દરમિયાન…
Read Moreજિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આર.કે.મહેતાએ ભાવનગરની બી .એન.વીરાણી સ્કૂલ ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું
હિન્દ ન્યુઝ, ભાવનગર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ૭મી મે ના રોજ મતદાન યોજાવાનું છે. ત્યારે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ભાવનગર જિલ્લા ચૂંટણીતંત્ર દ્રારા ભાવનગરની બી.એન.વીરાણી સ્કૂલ ખાતે પોસ્ટલ બેલેટ મતદાન માટેનું કેન્દ્ર ઉભું કરાયું છે. જ્યાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર આર.કે.મહેતા તેમજ નિવાસી અધિક કલેકટર એન.ડી.ગોવાણી સહિત ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી લોકશાહીની પવિત્ર ફરજ નિભાવી હતી. મતદાન કર્યા બાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આર.કે.મહેતાએ જણાવ્યું હતું કે, આગામી ૭મી મેના રોજ મતદાન યોજાવાનું છે,ત્યારે અમારાં જેવા અધિકારીઓ-…
Read Moreજામનગરમાં ITRA ખાતે મુત્રમાર્ગને લગતી સમસ્યાઓ અંગે રાહતદરે નિદાન અને સારવાર કેમ્પ યોજાશે
હિન્દ ન્યુઝ, જામનગર જામનગરમાં સ્થિત ઈન્સ્ટિટ્યુટ ઓફ રિસર્ચ ઈન આયુર્વેદ (ITRA) ખાતે આગામી તારીખ 2 અને 3 મેના રોજ મૂત્રમાર્ગને લગતી તમામ સમસ્યાઓ અંગે જાગૃતિલક્ષી સહનિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાના ડાયરેક્ટર પ્રોફેસર ડૉ.અનુપ ઠાકરના સૌજન્યથી આયુર્વેદ ક્ષેત્રના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા રાહતદરે સારવાર કેમ્પનું આયોજન શલ્યતંત્ર ઓ.પી.ડી. નં. 1, રૂમ નં.106, પહેલો માળ, પંચકર્મ ભવન, ઓ.પી.ડી. બ્લોક, ધન્વંતરિ મેદાન પાસે સવારે 09:00 થી 12:00 કલાક સુધી અને સાંજના 04:00 થી 06:00 દરમિયાન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં મૂત્રમાર્ગ રોગોને લગતા લક્ષણો જેવા કે, વારંવાર…
Read Moreમહિસાગર જિલ્લામાં ચુંટણી અધિકારીની હાજરીમાં પોલીસ સ્ટાફની તાલીમ અને પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું
હિન્દ ન્યુઝ, મહિસાગર લોકસભા સામાન્ય ચુંટણી ૭મી મે ૨૦૨૪ના રોજ યોજાનાર છે ત્યારે પોતાના અથાક પ્રયત્નો, પ્રતિબદ્ધતા, સમર્પણ અને સખત મહેનત થકી મુક્ત, ન્યાયી, નિષ્પક્ષ અને પારદર્શી ચૂંટણીઓ સંપન્ન કરવામાં જેમનું પાયાનું અને ખુબ જ મહત્વનું યોગદાન છે એવા ચૂંટણી ફરજ પર રોકાયેલા કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા તેમને પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા આપવામાં આવે છે. જેના અનુસંધાને મહીસાગર જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરનાં માર્ગદર્શનમાં જિલ્લામાં લુણાવાડા, બાલાસિનોર અને સંતરામપુર એમ ત્રણ વિધાનસભા મત વિભાગ મુજબ તૈયાર કરાયેલા મતદાન સુવિધા કેન્દ્ર ખાતે પોલીંગ…
Read Moreવિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ ચૂંટણી પ્રચાર માટે ઉમેદવારો, પક્ષના કાર્યકરો રાત્રીના ૧૦ પછી સભા, સરઘસ કે રેલી યોજી શકશે નહીં
હિન્દ ન્યુઝ, ભુજ આગામી વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ માટેની તારીખો જાહેર થયેલ છે અને આદર્શ આચારસંહિતા અમલમાં આવેલ છે. જે સંદર્ભે ચુંટણી પ્રચાર માટે ઉમેદવારો, પક્ષના કાર્યકરો દ્વારા સભા, સરઘસ, રેલી વગેરે આયોજન થશે. આ સભા સરઘસ વ્યવસ્થિત રીતે યોજાઈ અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તથા જાહેર સુલેહ શાંતી જાળવવા તથા જાહેર વ્યવસ્થા જાળવવાના હેતુસર સમગ્ર કચ્છ જિલ્લાના વિસ્તારમાં પરવાનગી લીધા સિવાય રાત્રીના ૧૦ વાગ્યા પછી કોઇ વ્યકિતઓની મંડળી અને સભા/સરઘસ ન યોજાય તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટ દિલીપ રાણા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ (૩૭) ની પેટા કલમ (૩)…
Read Moreઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરીંગ સેલની મુલાકાત લેતા ખર્ચ નિરીક્ષક મૃણાલ પ્રકાશ મિશ્રા
હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે મીડિયા સર્ટીફીકેશન એન્ડ મોનિટરીંગ કમિટી (MCMC) હેઠળ કાર્યરત ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરીંગ સેલની મુલાકાત ભાવનગર લોકસભા બેઠકનં ખર્ચ નિરીક્ષક મૃણાલ પ્રકાશ મિશ્રા (IRS) દ્વારા લેવામાં આવી હતી. ખર્ચ નિરીક્ષકએ મોતીબાગ વિસ્તારમાં ઝોનલ કચેરીમા કાર્યરત કરવામાં આવેલા એમ.સી.એમ.સી. કેન્દ્રની મુલાકાત લઇને મીડિયા મોનિટરીંગ અને સોશ્યલ મીડિયા અંગેની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને માહિતી મેળવીને જરૂરી સૂચનો કર્યા હતા. આ તકે મીડિયા નોડલ અધિકારી અને નાયબ માહિતી નિયામક ચિંતન રાવલે મીડિયા મોનિટરીંગ અંગે માહિતી આપી હતી.
Read Moreછોટાઉદેપુર જિલ્લામાં વધુ અવર જવર વાળા અગત્યના સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા લગાવવા અર્થે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લામાં બનતા ગુનાઓ અટકાવવા તેમજ ગુપ્તચર સંસ્થાઓના અહેવાલ અનુસાર ભવિષ્યમાં કોઈ મોટી ગુનાહિત ઘટના ન બને તે માટે જિલ્લાના વધુ અવરજવર વાળા સ્થળો ઉપર સી.સી.ટી.વી. કેમેરા (નાઈટ વિઝન તથા હાઈ ડેફીનેશન) વીથ રેકોર્ડીંગ મુકવા જરૂરી હોઈ છોટાઉદેપુરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી શૈલેષ ગોકલાણીએ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા કેટલાક હુકમ કર્યા છે. જે અન્વયે જિલ્લામાં આવેલી જવેલર્સની દુકાનો તથા તમામ પ્રકારની દુકાનો, સરકારી તથા ખાનગી બેંકો, એ.ટી.એમ., ખાનગી હોસ્પિટલો, આંગડીયાપેઢી, શોપીંગ કોમ્પલેક્ષ/થિયેટર્સ/કોમર્શીયલ સેન્ટર ઉપર સિક્યુરીટીને ધ્યાને લઇ પ્રવેશ દ્વાર પર ઉપર તથા આ જગ્યાઓના…
Read Moreછોટાઉદેપુર જિલ્લામાં મકાન ભાડે આપતા પહેલા મકાન માલિકોએ સ્થાનિક પોલીસ સ્ટેશને જાણ કરવાની રહેશે
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લામાં સલામતી તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી છોટાઉદેપુરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શૈલેષ ગોકલાણીએ તેમને મળેલ સત્તાની રૂએ ભાડેથી મકાન આપતા મકાન માલિકો ઉપર કેટલાક નિયંત્રણ મુક્યા છે. આ જાહેરનામા મુજબ કોઇપણ મકાન, ઔદ્યોગિક એકમ, ઓફીસ દુકાન, કોલ્ડ સ્ટોરેજ કે ગોડાઉન ભાડે આપે ત્યારે તથા ઘરઘાટી/મજુરો રાખે ત્યારે સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય મકાન ભાડે આપી શકાશે નહીં. આ ઉપરાંત મકાન ભાડે આપતા સમયે મકાન માલિકનું નામ તથા ભાડે આપેલ મકાનની વિગત, કયા વિસ્તારમાં છે તેની વિગત, મકાન ભાડે આપવા સત્તા ધરાવતા…
Read Moreછોટાઉદેપુર જિલ્લામાં મહિલા મતદારોની ભાગીદારી વધારવા માટે આયોજનબદ્ધ કાર્ય કરવાનું સુચવાતા જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયા
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં આગામી તારીખ ૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે. આ ચૂંટણીમાં જિલ્લાના મહિલા મતદારોની ભાગીદારી સુનિશ્ચિત કરવા તેમજ ગત વિધાનસભા ચૂંટણીમાં જે મતદાન મથક ઉપર સ્ત્રી-પુરુષ મતદાનમાં ૮ ટકાથી વધુ તફાવત હોય તેવા મતદાન મથકના મહિલા મતદારોને મતદાન અંગે જાગૃત કરવા માટેના આયોજન અર્થે જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાએ લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય, મતદારોને મતદાન મથક પર જરૂરી સુવિધાઓ મળી રહે તેમ જ કોઈપણ…
Read More