હિન્દ ન્યૂઝ, સુરત,
તા. /૯/૧૦/૨૦૨૦ ના રોજ ઓલ ઇન્ડિયા SC ST OBC માઇનોરીટીસ મહાસંઘ સુરત જિલ્લા કલેકટર દ્વારા રાષ્ટ્રપતિ ને આવેદન પાઠવ્યું હતું. ઉત્તર પ્રદેશના હાથરસ અને બલરામપુરમાં અનુસૂચિત જાતિ ની યુવતીઓ પર અત્યાચારના ગુનેગારોને તાત્કાલિક ફાંસીની સજા આપવામાં આવે અને આ બંને પ્રકાર ની સીબીઆઇ દ્વારા તપાસ કરવામાં આવે તેમજ ઉત્તર પ્રદેશના હાથરસ અને બલરામપુરમાં અનુસૂચિત જાતિની યુવતીઓ પર અત્યાચારના સર્વ ગુનેગારો આરોપીને ઝડપી થી ફાસી આપવામાં આવે. હાથરસ મા અનુચિત સમાજની યુવતી પર સામૂહિક બળાત્કાર કરીને તેઓને કુર્તા પૂર્વ હત્યા કરવામાં આવી અને આ બનેલ ઘટનાનો ઓલ ઇન્ડિયા SC.ST.OBC. માઇનોરીટીસ મહાસંઘ સુરત જિલ્લા દ્વારા આ ઘટનાનો જાહેર નિષેધ કરીએ છીએ બળાત્કાર અને હત્યાની ઘટના બાદ ઉત્તર પ્રદેશ પોલીસે પરિવારના સભ્યોની સંમતિ વિના અડધી રાત્રે પીડિત યુવતીના મૃતદેહને સળગાવી પુરાવાને નષ્ટ કરી દીધા છે. ઉત્તર પ્રદેશના હાથરસના પોલીસ અધિક્ષક, જિલ્લા કલેક્ટર અને હાથરાસના નાયબ કલેક્ટરને બળાત્કાર અને હત્યાના કેસમાં આરોપીની સાથે સહ આરોપી બનાવવામાં આવે અને આ ગુનાના તમામ આરોપીઓને તાબડતોબ મૃત્યુદંડની સજા થવી જોઈએ. બીજા એક કિસ્સામાં, ઉત્તર પ્રદેશના બલરામપુરમાં દલિત મહિલા પર બળાત્કાર કરીને તેની હત્યા કરવામાં આવી હતી રોજ ના રોજ ઉત્તર પ્રદેશમાં બળાત્કારના કિસ્સાઓ વધતા રહ્યા છે તે માટે ઉત્તર પ્રદેશ યોગી આદિત્યનાથ ની સરકાર ને તુરંત બરખાસ્ત કરો એવી અમારી માંગણી છે, આ આવેદન પત્ર રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મા. આલજી ભાઈ મારુ ના નેતૃત્વમાં આપવામાં આવ્યું હતું તેમજ આવેદન પત્ર આપવામાં રાષ્ટ્રીય પ્રવક્તા મા.માવજીભાઈ વાઢેલ, સુરત પ્રમુખ સંતોષ નાના ઇંદરવે, સુરત કાર્યકારી સદસ્ય ભાવેશ બી પાટીલ, બેડસે માસ્ટર, સંજય પરમાર, કલ્પેશ પટેલ, હસમુખ પટેલ, સંગીતાબેન બી.પાટીલ, વિશાલ મારુ વગેરે ઉપસ્થિત રહ્યા.
રિપોર્ટર : રીયાઝ મેમણ, કઠોર