સુરત શહેર અડાજણ ATM માંથી 24 લાખ ની ચોરી કરનાર ગાર્ડ પોતે જ ચોર

સુરત,

સુરતમાં SBI બેંકના ATMમાંથી તસ્કરે 24 લાખ રૂપિયાની ચોરી કરનાર ગાર્ડની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે બેંકના એટીએમ તોડ્યા વગર તેમાંથી રૂપિયા કાઢવા શક્ય નથી, જો કે, કોઈ વ્યક્તિ પાસે SBI પિન નંબર હોય તો તે શક્ય છે. આ ઘટનામાં એ જ વાત સામે આવી છે.

સુરત શહેર અડાજણ ચાર રસ્તા પાસે ટાઈટેનિયમ સ્કેવર બિલ્ડીંગમાં આવેલી SBI બેંકનું ATM મશીન આવ્યું છે. , પરંતુ તેમાં ચોરી નો બનાવ રાત્રે કરવામાં આવ્યો હતો. દરમિયાન ગત મંગળવારે સવારે બેંકના મેનેજરને જાણ થઈ કે એટીએમમાંથી રૂપિયા નીકળવાનું બંધ થઈ ગયું છે. બેંકના મેનેજરે તપાસ કરી તો ખબર પડી કે બેંકમાં રૂપિયા હોવાનું તો દેખાય રહ્યું હતું, પરંતુ રૂપિયા નીકળતા નથી.

જેથી કોઈએ રૂપિયા કાઢી લીધા હોય તેવું દેખાઈ રહ્યું હતું, જો કે, મહત્વની વાત એ હતી કે એટીએમને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડવામાં આવ્યું ન હતું. ATM મશીનમાં શનિવારે રૂપિયા નાંખવામાં આવ્યા હતાં, તે સમયે એટીએમમાં 40 લાખ રૂપિયા હતાં. જેથી ઘટનાની જાણ સુરત પોલીસને કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી CCTV ની તપાસ કરી હતી,ઝોન ચાર ડીસીપી પ્રશાંત સુબેનું કહેવું છે કે, બેંકના ATMની તપાસ દરમિયાન 24 લાખથી વધુની મતા હિસાબમાં ઓછી દેખાતી હતી. જેમાં ગત 23/8/2020 ના રોજ બપોરે 2 વાગ્યા ને આસ પાસ એક વ્યક્તિ એટીએમ રૂમમાં આવ્યો હતો. આ વ્યક્તિએ રેઈનકોટ પહેર્યો હતો, તેનું મોઢું ન દેખાય તે માટે માથા પર છત્રી રાખી હતી.
માત્ર છ થી સાત મિનીટમાં તે બહાર નીકળી જાય છે. આ જ વ્યક્તિ ATM ને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યા વગર રૂપિયા લઈ જાય તેવું દેખાય રહ્યું હતું. જેમાં ખુમાભાઈ પરમાર નામના ગાર્ડની અટકાયત કરવામાં આવી છે.


CCTV કેમેરાના ફુટેજો તપાસવામાં આવી રહ્યા હતાં, જેમાં રૂપિયા લઈ જનાર વ્યક્તિ એક રીક્ષાનો ઉપયોગ લેવામા આવી હતી. રીક્ષાનું છેલ્લું લોકેશન નાનપુરા હતું. પોલીસે આ વિસ્તારમાં સ્ટેટ બેન્કના કયા કયા કર્મચારી રહે છે, તે તપાસ કરવામાં આવી હતી. જેમાં ખુમાભાઈનું નામ આવતાં તેમના ઘરે તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખુમાભાઈના ઘરેથી ચોરી કરાયેલા 24 લાખ રૂપિયા મળી આવ્યા હતાં. ખુમાભાઈએ ચોરી છુપીથી ATM મશીન નો પાસવર્ડ જોઈ લીધો હતો અને પછી એકંત સમયે ચોરી કરી હતી. પોલીસે આ કેસમાં ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.

રિપોટૅર : રીયાઝ મેમણ, સુરત

Related posts

Leave a Comment