ગાંધીનગર સચિવાલય ખાતેથી ‘નેશનલ મોટરસાઇકલ રેલી’નું પ્રસ્થાન

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

    ‘રાષ્ટ્રીય એકતા દિવસ – 2026’

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘નેશનલ મોટરસાઇકલ રેલી’ને લીલી ઝંડી આપી સ્ટેચ્યુ ઓફ યુનિટી–એકતા નગર માટે ફ્લેગ ઓફ કરાવી.

લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, દિલ્હી, યુપી, રાજસ્થાન સહિત વિવિધ રાજ્યો અને CAPFના બાઇકર્સ સહભાગી થયા; રૂટ પર વિવિધ સ્થળોએ જનજાગૃતિ અને નશામુક્તિના સંકલ્પ કાર્યક્રમો થકી યુવાનોને નશાથી દૂર રહેવા નાગરિકોને પ્રેરિત કર્યા…

‘ફાઇટ અગેઇન્સ્ટ ડ્રગ્સ’ના સંદેશ સાથે દેશભરમાંથી આવેલી વિવિધ ટીમો આજે કેવડિયા પહોંચશે: રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક

“Say No to Drugs, Say Yes to Life”ના મંત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં ગૃહ વિભાગના અગ્ર સચિવ અને મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ તથા મોટી સંખ્યામાં જવાનો ઉપસ્થિત રહ્યા.

Related posts

Leave a Comment