હિન્દ ન્યુઝ, ગાંધીનગર
કૃષિ અને પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ રાજ્ય મંત્રી રમેશભાઈ કટારાની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકારમાં નવનિયુક્ત બીજ અધિકારી અને પશુધન નિરીક્ષકોને નિમણૂક પત્ર એનાયતનો સમારોહ ગાંધીનગર ખાતે યોજાયો. નવનિયુક્ત 34 બીજ અધિકારી અને 11 પશુધન નિરીક્ષકોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા.
નવનિયુક્ત અધિકારીઓને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ષ 2047ના ‘વિકસિત ભારત’ના વિઝનમાં સહભાગી થવા મંત્રીએ આહવાન કર્યું.
વધુમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી એ કહ્યું કે, કૃષિ અને પશુપાલન વિભાગમાં કામ કરવું એ માત્ર નોકરી નહીં, પરંતુ અન્નદાતા અને મૂંગા પશુઓની સેવા કરવાની ઉત્તમ તક છે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી
