‘ડાંગ દરબાર’ને અનુલક્ષીને આહવાના કેટલાક માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા

હિન્દ ન્યુઝ, ડાંગ

   ડાંગ જિલ્લા વહીવટી તંત્ર તથા ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા તા.૨૬/૨/૨૦૨૬ થી તા.૩/૩/૨૦૨૬ દરમિયાન ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે, ભાતિગળ લોકમેળા ‘ડાંગ દરબાર-૨૦૨૬’ નું આયોજન કરવામાં આવેલ છે. 

ડાંગ દરબાર મેળા પ્રસંગે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. જેથી મેળા દરમિયાન ટ્રાફિક નિયમન યોગ્ય રીતે થાય, તેમજ મેળામાં પગપાળા ચાલતા લોકોને કોઈ અગવડતા ન પડે, તે માટે, મેળાની જગ્યામાં તા. ૨૬/૨/૨૦૨૬ થી તા.૦૩/૦૩/૨૦૨૬ સુઘી દિન-૬ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ સુ શાલિની દુહાન દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ – ૩૩ (૧) અન્વયે નીચે મુજબના માર્ગો ઉપર વાહનોની અવર-જવર તેમજ પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે.

જે મુજબ (૧) ગાંધી ઉધ્યાન, આહવા થી રસ્તાથી આહવા ફુવારા સર્કલ સુધી, (૨) રંગ ઉપવન આહવાથી શહિદ સ્મારક આહવા સુધીના માર્ગોમાં કાર, બાઇક તેમજ અન્ય તમામ પ્રકારના વાહનો તેમજ પ્રાણીઓ સાથે અથવા પ્રાણીઓ દ્વારા ચાલતા વાહનો જઇ શકશે નહી.  

આ માર્ગોના સ્થાને આહવામાં પ્રવેશ થતા તમામ વાહનોએ, ફુવારા સર્કલ થી આશ્રમ રોડ થઇ, પ્રવાસી ગૃહ ત્રણ રસ્તા થઇ સિવિલ હોસ્પિટલ ચાર રસ્તાથી સુબીર, સાપુતારા રોડ તરફ સુધીના માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. 

વહાન પાર્કિંગ વ્યવસ્થા (૧) સનસેટ પોઇન્ટ, દીપ દર્શન સ્કુલની બાજુનું મેદાન ( વઘઇ તરફથી આવતાં વાહનોનાં પાર્કિંગ માટે), (૨) ડાંગ સ્વરાજ આશ્રમ, ટીમ્બર હોલ સામેનું મેદાન ( વઘઇ તરફથી આવતાં વાહનોનાં પાર્કિંગ માટે), (૩) પટેલ પાડા, ગીતાજંલી સ્કુલની બાજુનું મેદાન ( ચિંચલી, સુબીર તરફ થી આવતા વાહનોનાં પાર્કિંગ માટે), (૪) નાયરા પેટ્રોલપંપની બાજુનું મેદાન ( ચિંચલી, સુબીર તરફથી આવતા વાહનોના પાર્કિંગ માટે), (૫) શ્રમજીવી વસાહત નિગમનાં જુના ગોડાઉન પાસે ( સાપુતારા તરફથી આવતા વાહનોનાં પાર્કિંગ માટે), (૬) પોલીસ હેડ કવાર્ટર, આહવાનું ગ્રાઉન્ડ (ચિંચલી, સુબીર તરફથી આવતા વાહનોના પાર્કિંગ માટે), (૭) મિશન બંગલો ( સરદાર સ્કુલ સામે) નું ગ્રાઉન્ડ ( ટુ-વ્હિલર પાર્કિગં માટે)

આ હુકમ નીચેના વ્યક્તિઓને લાગુ પડશે નહી.

(૧) સરકારી ફરજ ઉપર હોય તેવા સરકારી વાહનમાં જનારાઓ, સરકારી કર્મચારીઓ જેઓ ફરજ ઉપર હોય 

(૨) જિલ્લા મેજિસ્ટ્રેટ, પોલીસ અધિકારીએ અથવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટએ અધિકૃત કરેલ તેવી બીજી કોઈ વ્યક્તિઓને 

(૩) પીવાના પાણીની સેવા, ગંદા પાણીની સેવા, તબીબી સેવાઓ, કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટેની સેવાઓ પૂરી પાડવા મોટર વાહનમાં જનારાઓ. 

આ જાહેરનામાનો કોઈપણ ખંડનો ભંગ અથવા ઉલ્લઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ – ૧૩૫ મુજબની દંડની સજાને પાત્ર ઠરશે. તેમજ આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરૂદ્ધ ડાંગ જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અધિકારીશ્રીઓને ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવેલ છે.

Related posts

Leave a Comment