જૂનાગઢ ખાતે પર્વતારોહણ તાલીમ કેન્દ્ર યોજાયો

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

     રાજય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજિત, પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ સંચાલિત ખડક ચઢાણ બેઝિક કોર્સ તા.૨૮/૦૧/૨૦૨૬ થી તા.૦૬/૦૨/૨૦૨૬ દરમિયાન જૂનાગઢ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી ના કુલ ૧૦૦ તેમજ અન્ય ૧૦ મળી કુલ ૧૧૦ તાલીમાર્થી બહેનોએ પર્વતારોહણની તાલીમ લીધી હતી. 

શિબિરના સમાપન કાર્યક્રમમાં ડો. આર. એમ. સોલંકી નિયામક, વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિઓ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, ડો. એચ. આર. વદર આચાર્ય, અસ્પિ કૃષિ મહાવિદ્યાલય ખાપટ, પોરબંદર, ડો. એલ. સી. વેકરીયા આચાર્ય, કૃષિ પોલીટેકનીક, સીદસર , પ્રો. ડી. આર. વઘાસીયા, ફિઝીકલ ઇન્સ્ટ્રકટર, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ તથા ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ, ઉપેન્દ્રસિંહ એમ.રાઠોડના હસ્તે તાલીમાર્થીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કર્રવામાં આવ્યા હતા. 

કાર્યક્રમના અધ્યક્ષ ડો. આર. એમ. સોલંકી નિયામક વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી એ તાલીમાર્થીઓને ને પ્રોત્સાહન આપતા જણાવ્યું હતું કે , જીવનમાં આગળ ઘણી મુશકેલીઓ આવશે પણ ગભરાયા વગર સામનો કરવો તથા પર્વતારોહણથી શારીરિક અને માનસિક રીતે મજબુત થવાય છે. સાહસ, આત્મવિશ્વાસ અને ટીમ ભાવના સાથે કામ કરતા શીખાય છે. ડો. એચ. આર. વદર આચાર્યએ તાલીમાર્થીઓને પર્વતારોહણના બેઝિક કોર્સની સફળતા બાદ , એડવાન્સ અને કોચિંગ કોર્સ પણ શિબિરર્થીઓ કરી પર્વતારોહણ ક્ષેત્રે જૂનાગઢ અને ગુજરાતનું નામ રોશન કરો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ, ઉપેન્દ્રસિંહ એમ. રાઠોડએ શાબ્દિક અભિવાદન કર્યું હતુ. કાર્યક્રમનું સંચાલન દિયા આચાર્યા તેમજ સ્વાતિ હિરપરા એ કર્યુ હતુ. કાર્યક્રમની આભાર વિધિ માનદ ઇન્સ્ટ્રક્ટર પ્રદીપકુમારએ કરી હતી. 

     આ ખડક ચઢાણ બેઝિક કોર્સમાં અંબર વિષ્ણુ , પ્રદીપકુમાર રાજસ્થાન, ભરતસિંહ પરમાર, રોહિત વેગડ, ખુશાલી સુરાણી ભાવનગર, ચોહાણ સંજય રાજુલા, જીનલકુવર સોલંકી બનાસકાંઠા, નિકિતા ચૌધરી ગાંધીનગર, પ્રિયા મયાત્રા માણાવદર, બિંદીયા પટેલ નવસારીએ શિબિરર્થીઓને તાલીમ આપી હતી.

Related posts

Leave a Comment