હિન્દ ન્યુઝ, ગાંધીનગર
શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાના વરદ્હસ્તે સંસ્કૃત કક્ષની યોજનાનું લોકાર્પણ; સરળ માનક સંસ્કૃત, આનંદદાયક તથા ક્રિયા આધારિત અધ્યયન પદ્ધતિ, શ્લોક, સંવાદ, નાટ્ય, વિવિધ પ્રવૃત્તિઓ, લઘુ પુસ્તકાલય તથા આધુનિક ડિજિટલ સામગ્રી દ્વારા સંપૂર્ણ સંસ્કૃતમય શૈક્ષણિક વાતાવરણનું સંસ્કૃત કક્ષમાં કરાશે નિર્માણ.
સંસ્કૃત કક્ષ તથા અન્ય યોજનાઓમાં જોડાવવા ઇચ્છુક સંસ્થાઓએ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની વેબસાઇટ પર ઉપલબ્ધ માર્ગદર્શિકા અનુસાર નિયત અરજી ફોર્મ ભરીને નોંધણી કરાવવાની રહેશે, વધુ માહિતી માટે https://grsb.gujarat.gov.in ની મુલાકાત લેવા અનુરોધ.
