હિન્દ ન્યુઝ, રાજપીપલા
બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત જિલ્લા કલેકટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં કોફી વિથનું આયોજન કલેકટર કચેરીના કોન્ફોરન્સ હોલ ખાતે રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન રમત-ગમત, શૈક્ષણિક ક્ષેત્રો સહિત અન્ય પ્રવૃતિમા અગેસર એવી કુલ ૩૯ દીકરીઓનું સન્માન જિલ્લા કલેકટર એસ.કે.મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ વેળાએ આનંદની લાગણી અનુભતા જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લાના દિકરીઓ અનેક ક્ષેત્રોમાં આગળ વધીને જિલ્લાનુ તેમજ રાજ્યનું નામ રોશન કરે છે. જે સૌના માટે ગૈરવની વાત છે. આ નર્મદા જિલ્લાના રત્ન એવી દિકરીઓ રાસ્ટ્રીય અને આંતરરાસ્ટ્રીય રમતોમાં ભાગ લઈને જિલ્લાનું નામ આગળ વધારવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં દીકરીઓને શૈક્ષણિક કીટ, બેટી બચાવો બેટી પઢાવો કેપ તેમજ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતાં. આ વેળાએ વિધાર્થિનીઓએ પોતાના અનુભવો રજૂ કર્યા હતાં. આ કાર્યક્રમનું આયોજન નર્મદા જિલ્લા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા વિકાસ ગ્રામ વિકાસ એજન્સીના નિયામક વાય.એસ.ચૌધરી, જિલ્લા કાનુની સેવા સત્તામંડળના ફુલ ટાઈમ સેક્રેટરી એસ.આર.બટેરીવાલા, નાયબ પોલિસ અધિક્ષક સહિત જિલ્લા અને બાળ અધિકારીની કચેરીના અધિકારીઓ સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
