હિન્દ ન્યુઝ, ધ્રોલ
ધ્રોલ તાલુકામાં આવેલ ધ સનરાઈઝ સ્કુલ ખાતે તમામ વિધાર્થીઓ ને આનંદદાયક શનિવાર ની ઉજવણી ‘ઘોડેસવારી’ કરાવી કરવામાં આવી.

“શ્રી એમ.એન.ભીમાણી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ” સંચાલિત ધ સનરાઈઝ ઇંગ્લિશ એન્ડ ગુજરાતી માધ્યમ સ્કુલ ધ્રોલ ખાતે તારીખ 10 જાન્યુઆરી શનિવારના રોજ આનંદદાય શનિવારની ઉજવણીમાં ઘોડે સવારી કાર્યક્રમનું આયોજન શાળાના સંચાલક અરવિંદભાઈ ભીમાણીએ કરેલ.

ધ સનરાઈઝ ઇંગ્લિશ એન્ડ ગુજરાતી માધ્યમ સ્કુલ માં અનિલભાઈ ગડારા દ્વારા ત્રણ ઘોડા સ્કૂલમાં લાવ્યા હતા. સૌપ્રથમ તેણે બાળકોને ઘોડાની પ્રજાતિ વિશે માહિતી આપી હતી. ત્યારબાદ બાળકોમાં નિડરતા આવે તે માટે ઘોડે સવારીનું મહત્વ સમજાવી સ્કૂલના તમામ બાળકોને ઘોડા પર બેસાડ્યા અને ધોરણ ચાર થી ધોરણ આઠ ના બાળકોને સ્કૂલના મેદાનમાં ઘોડે સવારી કરાવી હતી. શાળાના આચાર્ય શ્રીમતી પ્રવિણાબેન અરવિંદભાઈ ભીમાણીએ સંચાલન કાર્ય સુંદર રીતે બાળકોને આનંદદાયક બને એ રીતે કર્યું તેમજ સ્કૂલના સર્વ શિક્ષક મિત્રોએ આ કાર્યક્રમમાં સહભાગી થઈ બાળકોને મનોરંજન પૂરું પાડ્યું. આ “ઘોડા સવારી” નાં નવતર પ્રયોગ થી શાળા નાં વિધ્યાર્થીઓ અને વાલીઓ માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.


