આગામી 6 ફેબ્રુઆરીએ છોટાઉદેપુર મેરેથોન 2026 યોજાશે

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર 

      છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને આગામી તા. ૬ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના યોજાનારા “છોટાઉદેપુર મેરેથોન ૨૦૨૬” આયોજન પૂર્વે નાગરિકોમાં મેરેથોનમાં ઉત્સાહભેર ભાગીદારી વધારવા તેમજ સ્વચ્છતા પ્રત્યે હકારાત્મક અભિગમ કેળવવાના ઉમદા આશય સાથે રવિવારે “માર્ગ સ્વચ્છતા ઝુંબેશ”માં જોડાયા હતા. 

આ તકે કલેક્ટર જૈને છોટાઉદેપુર મેરેથોનમાં વધુમાં વધુ યુવાનો, રમતપ્રેમીઓ તેમજ નાગરિકો ઉત્સાહભેર ભાગીદારી નોંધાવવા અનુરોધ કરતા જણાવ્યું કે, કાર્યક્રમને અનુલક્ષીને સ્વચ્છતા ડ્રાઈવનું આયોજન કરાયુ છે. જેનો એક માત્ર આશય રસ્તાઓની સફાઈ સાથે લોકોમાં સ્વચ્છતા પ્રત્યેનો અભિગમ વિકસાવવાનો છે. 

આ સ્વચ્છતા ડ્રાઈવમાં બોડેલી પ્રાંત અધિકારી ભૂમિકા રાઉલ, ચીફ ઓફિસર સહિત જિલ્લા-તાલુકાના અધિકારીઓ, કર્મચારીઓ , સ્વચ્છતાગ્રહીઓ જોડાયા હતા. 

Related posts

Leave a Comment