હિન્દ ન્યુઝ, ગાંધીનગર
સોના–ચાંદીના વેપારીઓ તથા જ્વેલરી શો રૂમની આકસ્મિક તપાસણી કરવામાં આવી.
તોલમાપ તંત્ર દ્વારા રાજ્યની 370 જેટલી સોના- ચાંદી દુકાનો અને જ્વેલરી શો રૂમ પર આકસ્મિક તપાસ ઝુંબેશ હાથ ધરી હતી. રાજ્યના 25 જિલ્લાઓમાં વિવિધ એકમો ઉપર 253 જેટલા પ્રોસિક્યુશન કેસ કરીને ₹6.79 લાખની માંડવાળ ફી સ્થળ પર જ વસૂલ કરવામાં આવ્યા.
નિયત કાયદા હેઠળના અમલીકરણ નિયમ/કલમોના ભંગ બદલ એકમો સામે ગુન્હાઓ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.
