બારડોલી તાલુકાના મોતા ગામે ‘એકતા વન’ની મુલાકાત લેતા મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, બારડોલી

    મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે બારડોલી તાલુકાના મોતા ગામે જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી તૈયાર થયેલા ‘એકતા વન’ની મુલાકાત લીધી હતી. તેમણે અહીં વન કવચ વિસ્તારમાં વૃક્ષારોપણ કરીને પ્રકૃતિના જતનનો સંદેશ આપ્યો હતો.

             એકતાવનમાં સ્થાપિત લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને રાજ્યપાલએ ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ વેળાએ ગ્રામજનોને વધુમાં વધુ વૃક્ષોના વાવેતર અને જતન કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગ્લોબલ વોર્મિંગના સમયમાં ‘વન કવચ’ જેવા પ્રોજેક્ટ્સ આવનારી પેઢી માટે આશીર્વાદરૂપ બનશે. 

Related posts

Leave a Comment