અંબાજી,
તાજેતર માં અંબાજી પંથક માં પડેલા ભારે વરસાદ ના પગલે આસપાસ ના વિસ્તારો માં પહોડો વરસાદી પાણી થી પોચા બન્યા છે જેને લઈ આજે અંબાજી થી આબુરોડ જતા માર્ગ પર ભેખડો ઘસા આવતા માર્ગ અવરોધાયા હતા, જેના પગલે ભેખડો ના મોટા પથ્થરો રોડ ઉપર આવતા વાહન ચાલકો પરેશાન તયા હતા એટલુ જ નહી આ રસ્તે પડેલા તોતીંગ પથ્થરો વહેલી તકે હટાવવા માં નહી આવે તો રાત્રી ના સમયે અકસ્માત નો ભય પણ સેવાઈ રહ્યો છે અને હાલ મા વાહન ચાલકો સિંગલ સાઈડ ચાલાવા મજબૂર બન્યા છે.
રિપોર્ટર : બિપિન સોલંકી, અંબાજી