દિયોદર,
રાજ્ય માં બનાસકાંઠા જિલ્લા માં હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદ ની આગાહી આપવામાં આવી છે. જેના પગલે જિલ્લા ના દિયોદર પથક માં વરસાદ ની હેલી જોવા મળી આવી હતી. બે દિવસ ના વિરામ બાદ ફરી રવિવાર ના રોજ બપોર ના સમય વાદળ છાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ નું આગમન થયું હતું જેમાં દિયોદર પથક માં મેઘો મન મૂકી ને વરસ્યો હતો. જેમાં કોઈ પણ આપત્તિ સમય દિયોદર વહીવટી તંત્ર દ્વારા અધિકારીઓ ને જરૂરિયાત પ્રમાણે યોગ્ય પગલાં ભરવા સૂચના આપવામાં આવી હતી રવિવાર ના દિવસે વરસાદ ના કારણે નીચાણવાળા વિસ્તાર માં પાણી ભરાયા હતા
રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર