હિન્દ ન્યુઝ,
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ અંતર્ગત અવાડા ગ્રુપના સ્થાપક અને ચેરમેન વિનીત મિત્તલ સાથે મુલાકાત બેઠક યોજી હતી.
મુખ્યમંત્રીએ ગુજરાતને રિન્યુએબલ એનર્જી (RE) હબ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી ભારતના ગ્રીન એનર્જી ટ્રાન્ઝીશનમાં સહયોગી ઉદ્યોગોને જરૂરી તમામ સહાયની ખાતરી આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ સુરેન્દ્રનગરમાં સોલાર પાવર પ્રોજેક્ટ શરૂ કરવા બદલ અવાડા ગ્રુપને અભિનંદન આપવાની સાથોસાથ ગુજરાતના ક્લીન-ગ્રીન એનર્જીના સંકલ્પને સાકાર કરવામાં યોગદાન બદલ કંપનીની સરાહના કરી હતી.
