હિન્દ ન્યુઝ, મહેસાણા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહેસાણા ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ દરમિયાન ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન્સ (FIEO) ના કૃષિ નિકાસકારોના પ્રતિનિધિમંડળ સાથે બેઠક યોજી હતી અને ગુજરાતની કૃષિ નિકાસમાં વૃદ્ધિ માટે નવા વિકલ્પો બાબતે ચર્ચા હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ પ્રતિનિધિમંડળને B2B અને B2G જોડાણો દ્વારા ખેડૂતો અને આંતરરાષ્ટ્રીય બજારો વચ્ચે સેતુરૂપ ભૂમિકા નિભાવવા તેમજ ખેડૂતો અને કૃષિ આધારિત MSME માટે વૈશ્વિક સ્પર્ધા માટેની ક્ષમતા નિર્માણ અંગેની પહેલ હાથ ધરવા પ્રેરિત કર્યા હતા.
