હિન્દ ન્યુઝ, દાહોદ
સમગ્ર રાજ્યમાં નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ, સક્રિય શાસનના પગલાના ભાગરૂપે વિકાસ સપ્તાહ ઉજવણી વર્ષ ૨૦૨૫ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે દાહોદ જિલ્લામાં પણ વિકાસ સપ્તાહની ઉજવણી નિમિતે દાહોદ તાલુકાના ખંગેલા ગામની ગ્રામ પંચાયત ખાતે દાહોદ તાલુકા વિકાસ અધિકારી અતુલ રાઠવાની અધ્યક્ષતા હેઠળ રાત્રીસભા યોજવામાં આવી હતી.
આ દરમ્યાન તાલુકા વિકાસ અધિકારી અતુલ રાઠવાએ વિક્સા સપ્તાહની ઉજવણી અંગે લોકોને માહિતગાર કર્યા હતા. સાથે વિકાસ રથ દ્વારા અપાતી જાણકારી વિષે પણ જાણકારી આપી હતી. પશુ ચિકિત્સકશ્રી ડૉ.વિશાલ પટેલએ ગ્રામજનોને સરકાર તરફથી આપતી વિવિધ યોજનાઓ સંબંધિત જાણકારી આપી હતી. સાથે તમામ ગ્રામજનો વધુમાં વધુ સરકારી સહાયનો લાભ લે તે માટે અપીલ કરી હતી.
આ સમયે વિકાસ રથ પર સરકારની અત્યાર સુધીના વિકાસની ગાથા વર્ણવતી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પણ સૌએ નિહાળી હતી. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સરકારી લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ભરત વિકાસ પ્રતિજ્ઞા લઈને રાત્રીસભા કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિસ્તરણ અધિકારી, કઠલા, ઇટાવા તેમજ બાંડીબાર સરપંચ, તલાટી, ઉપસરપંચ, જિલ્લા પંચાયત સભ્ય સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
