હિન્દ ન્યુઝ, દેવભૂમિ દ્વારકા
જીવિકા જળ અને સ્વચ્છતા મિશન (વાસ્મો) તથા જિલ્લા શિક્ષણ વિભાગના સંયુક્ત આયોજનો હેઠળ જિલ્લાના પ્રાથમિક શાળાઓમાં “સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫” કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી.
આ સ્પર્ધામાં ઠેકળ શ્રી ઓખા મઢી નેશ પ્રાથમિક શાળાની ધોરણ- 5 ની વિદ્યાર્થિની કુ. કિંજલ મેશુરભાઈ ગઢવીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પ્રથમ સ્થાન હાંસલ કરી શાળાનું ગૌરવ વધાર્યું હતું.
વિદ્યાર્થિનીને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. આ અવસરે વાસ્મોના અધિકારીઓએ જણાવ્યું કે બાળકોમાં બાળપણથી જ સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવી એ અભિયાનનું મુખ્ય ધ્યેય છે.
કિંજલના આ સફળ પ્રદર્શન બદલ શાળાના શિક્ષકો, વાલીઓ તથા સમસ્ત ચારણ ગઢવી સમાજમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.

