હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર
આયુષ મંત્રાલય દ્વારા આયોજિત ‘૧૦માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે, સુરેન્દ્રનગર જિલ્લામાં એક વિશેષ નિ:શુલ્ક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પ, તા. ૨૩ સપ્ટેમ્બરના રોજ શ્રી ઓમકાર વિદ્યાલય, પંડિત દીનદયાળ ટાઉન હોલની બાજુમાં, ૮૦ ફૂટ રોડ, સુરેન્દ્રનગર ખાતે યોજાશે. કેમ્પનો સમય સવારે ૮ થી બપોરે ૧ કલાક સુધીનો રહેશે.
આ કેમ્પમાં નિષ્ણાત ડોક્ટરો દ્વારા પાચન, શ્વાસન, ચામડી અને અન્ય રોગોની મફત સારવાર આપવામાં આવશે.
