ગાયત્રી પરિવાર લીમખેડા દ્વારા પરિવારક પર્યટન રીંછ અભ્યારણ રતનમહાલ ખાતે યોજવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, દાહોદ

    પ્રાપ્ત માહિતી અનુસાર ગાયત્રી પરિવાર લીમખેડા દ્વારા પરિવારક પર્યટન રતનમહાલ ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં લીમખેડા સિંગવડ, દાહોદ, ફતેપુરા વગેરે તાલુકા માંથી પરિજન, ભાઈઓ બહેનો અને બાળકો એ રતનમહાલ ના કુદરતી સૌંદર્ય નો આનંદ માણ્યો હતો.

   રતનમહાલ એ મધ્યપ્રદેશ અને ગુજરાત ની સરહદ માં હોય ત્યાં નો ઇતિહાસ પણ ખુબજ રસપ્રદ અને જાણવા જેવો છે. કહેવાય છે કે, ધરતી નો પ્રલય થયા પછી માત્ર રતનમહાલ ની ઉપરની જમીન એજ અવસ્થામાં રહી હતી જેને સ્થાનિક લોકો ના દ્વારા ઇતિહાસ જાણવા મળ્યો હતો. જે આજે જુની જામી તરીકે ઓળખાય છે. જ્યાં ઉપર શિવ મંદિર અને દેવી દેવતા ના પાળિયા પણ જોવા મળીયા હતા. જેમાં કોઈ પણ મન થી ધારેલા કામ સફળ થતા હોય એવું સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું. કુદરતના ખોળે ફરવાનો બધાજ પરિજનોએ આનંદ માણી ધન્યતા અનુભવી હતી અને વિશેષ માં ગાયત્રી પરિજનભાઈ  અમૃતભાઈ દ્વારા ગોષ્ઠિ પણ લેવામાં આવી હતી. કહેવત છે કે, જીવ્યા કરતા જોયું ભલું એ કહેવત ખરેખર સાચી છે જે રતનમહાલ ના પર્યટનમાં જોવા મળ્યું. 

રિપોર્ટર : ગોવિંદભાઈ પટેલ, દાહોદ

Related posts

Leave a Comment