હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટ જિલ્લો પ્લાસ્ટિક પ્રદૂષણ સામે લડી રહ્યો છે… અને લોધિકા તાલુકાનું લક્ષ્મી ઈટાળા ગામ ફ્રન્ટલાઇન પર છે!
લક્ષ્મી ઈટાળા ગામ
અભિયાન: પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન ડ્રાઈવ
આયોજન: સામાજિક વનીકરણ વિભાગ અને ગ્રામજનોની સંયુક્ત મહેનત
ગામના માર્ગો, ખૂણાઓમાં, ખેતરના કાંઠે અને શેરીઓમાં જોવા મળતો પ્લાસ્ટિકનો કચરો હવે ભૂતકાળ બની રહ્યો છે!
પ્લાસ્ટિકની થેલીઓ, પેકેટ અને નકામો કચરો ગ્રામજનો દ્વારા એકત્ર કરાયો અને… દરેકે લીધો સંકલ્પ – “હવેથી પ્લાસ્ટિકનો ઉપયોગ નહિ!”
લક્ષ્મી ઈટાળાના લોકોએ સાબિત કરી દીધું કે નાના ગામ પણ કરી શકે છે મોટો બદલાવ!
પૃથ્વીને બચાવવા ઘરથી શરૂઆત કરવી પડશે!
આજે પ્લાસ્ટિકની એક થેલીનો ઉપયોગ બંધ કરીશું, તો આવતીકાલે પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડી શકીશું.
