એસએસજીમાં રેર એવા ન્યુરોબ્લાસ્ટોમા કેંસરથી પીડિત નવ માસની બાળકીને નવજીવન મળ્યું

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

    તલાલા ગામ (જી. ગીર સોમનાથ)ના રહેવાસી અને માછીમાર દંપતી તેમના ૯ માસના દિકરીને બાળકમાં અસામાન્ય હલચાલ અને આંખોની આકસ્મિક કમ્પન જેવી તકલીફના કારણે રાજકોટ સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગમાં નિદાન પ્રક્રિયા દરમિયાન બાળકીને opsoclonus-myoclonus નામની દુર્લભ ન્યુરોલોજિકલ તકલીફ હોવાનું જણાયું હતું. 

વધુ તપાસરૂપે ગાંઠની બાયોપસી કરવામાં આવી, જેના આધારે બાળકીને ન્યુરોબ્લાસ્ટોમા નામનું કેંસર હોવાનું સ્પષ્ટ થયું. ન્યુરોબ્લાસ્ટોમા બાળકોમાં જોવા મળતું એક જીવલેણ કેંસર છે, જેને યોગ્ય સારવાર વિના જીવના જોખમ તરફ દોરી શકે છે.

આ ગંભીર અવસ્થા વચ્ચે, હોસ્પિટલના શસ્ત્રક્રિયા વિભાગે બાળકીની અત્યંત જટિલ સર્જરી સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી. સર્જરી અને કીમોથેરાપીનો સંયુક્ત પરિણામ એ રહ્યું કે બાળકીની કેંસરસ્નેહી ગાંઠ સંપૂર્ણપણે દૂર કરી દેવામાં આવી અને હવે બાળકી સંપૂર્ણપણે રોગમુક્ત છે. નવમાસના નાની બાળકી માટે આ સમગ્ર સારવાર એક દૈવિક ચમત્કાર સમાન બની રહી.

આ ઘટના માત્ર એક દર્દીની સફળતા નથી, પણ રાજ્ય સરકારના આરોગ્યતંત્રની કાર્યક્ષમતા, સારવારની સુવિધાઓ અને તબીબોની નિષ્ઠાનું જીવંત ઉદાહરણ છે. હાલના સમયમાં, વડોદરા એસએસજી હોસ્પિટલ જેવાં સરકારી તબીબી કેન્દ્રો ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને પણ અદ્યતન સારવાર અને જીવ બચાવતી તક પૂરી પાડી શકે છે એ ગૌરવની વાત છે.

Related posts

Leave a Comment