ગુજરાતમાં મસ્જિદો પરના લાઉડ સ્પીકરોનો ઘોંઘાટ ખલેલરૂપ : હિન્દુ સેના

હિન્દ ન્યુઝ, જામનગર 

      ગુજરાતમાં નાના મોટા અનેક ધાર્મિક સ્થાનો આવેલા હોય અને ગુજરાત બહારથી તેમજ દેશ-વિદેશના યાત્રા કરવા તેમજ દર્શનાર્થે આવનારાઓની સંખ્યા પણ વધારે હોય પરંતુ આ જ દિવસ સુધી મંદિરોમાં અવાજનું પ્રદૂષણ ફેલાવે તેવી ઘોંઘાટ વાળી આરતીઓ ક્યારેય કરવામાં આવતી નથી. જે કાંઈ ધાર્મિક આરતીઓ થતી હોય તે મંદિરોની અંદર થતી હોય છે પરંતુ ગુજરાતમાં અનેક ગેરકાયદેસર મસ્જિદો ઉભી કરી દીધેલ છે અને તેમના ઉપર આશરે 1 થી 5 જેવા લાઉડ સ્પીકરો વહેલી સવારથી દિવસમાં પાંચ વખત બાન પોકારતા હોય જેમનો અવાજ ઘણે દૂર સુધી પહોંચતો હોય જેના કારણે ખૂબ જ ધ્વનિ પ્રદૂષણ થતું હોય, લોકોની નીંદરમાં અને વિદ્યાર્થીઓના અભ્યાસમાં તથા પશુ પક્ષીઓના જીવનમાં ખલેલ પહોંચતી હોય, આ અસહ્ય માનસિક ત્રાસનો સામનો લોકોએ તેમ જ અબોલ પશુ પક્ષીઓએ કરવો પડતો હોય છે તો આ અંગે હિંદુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટ દ્વારા ગુજરાતમાં મસ્જિદો ઉપર વાગતા લાઉડ સ્પીકરો કાયમી બંધ કરાવવા અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીને લેખિત માંગણી કરવામાં આવી.

    ભૂતકાળમાં અનેક વખત હિન્દુ સેનાની રજૂઆત થયેલ પરંતુ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા રજૂઆત કરનાર જિલ્લા સ્તરના આગેવાનોની જુબાની લઇ સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવા અને પોલીસ કામગીરી યોગ્ય હોય તથા વધુ કાંઈ ન કરવાનું લેખિત નિવેદન લઈ સહી કરાવી કેસ ફાઈલે કરી આપવામાં આવે છે. પરંતુ ગૃહ મંત્રાલય દ્વારા આ રજૂઆત બાદ સચોટ કાર્યવાહી થાય અને ગંભીરતા દાખવે તેમજ જિલ્લા સ્તરના કલેકટરો દ્વારા ચોક્કસ ગતિ પકડાય તેવી આશા હિન્દુ સેના રાખી રહી છે.

Related posts

Leave a Comment