હિન્દ ન્યુઝ, જામનગર
દ્વારકા દર્શનને જતા પદયાત્રીઓ જામનગરના વિક્ટોરિયા પુલ પાસેથી પસાર થતા હતા ત્યારે સવારના ભાગે નીચેથી કોઈ અજાણ્યા શખ્સોએ પથ્થરો ફેંક્યા હતા. જેમાં પદયાત્રીઓને પથ્થર લાગતા બૂમાબૂમ કરી હતી અને ઉપરથી અવાજ દેતા વિક્ટોરિયા ફૂલ નીચે આવેલ કબ્રસ્તાન પાસેની જગ્યામાં 15 થી 17 વર્ષના વિધર્મીઓ છોકરાઓ દોડતા દેખાયા હતા. જેની જાણ હિન્દુ સેનાના યુવા પાંખના ઉપપ્રમુખ સાગર ચૌહાણને થતા ઘટના સ્થળે પહોંચી જઈ ત્યાંથી ફોટાઓ તેમજ વિગતો મેળવી હતી.
હાલ આવા પદયાત્રા પર જતા શ્રદ્ધાળુઓ પર પથ્થર બાજોને તત્કાલ પકડવા તેમજ આવા પુલ કે રસ્તા પરની મસ્જિદો કે દરગાહ નજીક પોલિસ બંદોબસ્ત ગોઠવવો તેવી હિન્દુ સેના પોલીસ પ્રશાસન પાસે માંગણી કરે છે.
આ ગંભીરતાને હિન્દુ સેનાને ધ્યાને આવતા ડીવાયએસપી ઝાલા તેમજ સીટી- બી નાં પી.આઈ ઝા નાઓને વિગતવાર વર્ણન કરી ટેલિફોનિક જાણ કરી હતી તેમજ યાત્રા પર જનારા લોકોમાંથી બે ફોન નંબર પણ આપેલ હતા, કે જે લોકોને આ ઘટનાને લઇ તેમના પર પથ્થર ફેકેલ જે લાગેલ પણ હતો, જે હાલ દ્વારકા દર્શનાર્થે પદયાત્રા માં જઈ રહ્યા છે ત્યારે હિન્દુ સેના પ્રશાસન પાસે કડક બંદોબસ્ત અને પથ્થર બાજોને ને કડક સબક શીખવા માંગણી કરી રહી છે.